________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૨૯ નવીન સૃષ્ટિ-નિમણું અને નવું આકાશ તથા નવી પૃથ્વી મેં દીઠાં, કેમકે પહેલું આકાશ તથા પહેલી પૃથ્વી જતાં રહેલાં છે; ને સમુદ્ર સદાને માટે લેપ થયો છે. અને મેં પવિત્ર નગર, નવું યરૂશાલેમ, દેવની પાસેથી આકાશથી ઉતરતું દીઠું, ને જેમ કન્યા પિતાના વરને સારૂ શૃંગારેલી હોય તેમ તે તૈયાર કીધેલું હતું......તેમાં દેવનો મહિમા હતો, ને તેનું તેજ અતિ મૂલ્યવાન પાષાણુ જેવું એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક પ્રમાણે નિર્મળ હોય છે, એના જેવું હતું.......અને નગરનો રસ્તો ચોખા સેનાનો નિર્મળ કાચના જેવો હતો.........અને નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ કરે એવી જરૂર નથી, કેમકે દેવના મહિમાએ તેને પ્રકાશિત કીધું છે, ને હલવાન તેને દીવો છે...અને દિવસે તેના દરવાજા કદી બંધ નહિ થશે, કેમકે ત્યાં રાત પડશે નહિ...........અને નદીના બે કિનારા પર જીવનનું ઝાડ હતું, જેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં....... અને ત્યાં કોઈ શાપ કદી થનાર નથી, પણ તેમાં દેવનું તથા હલવાનનું રાજ્યસન થશે... અને ફરીથી રાત પડશે નહિ; ને તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમકે પ્રભુ દેવ તેઓ પર પ્રકાશ કરશે, ને તેઓ સદા સર્વકાળ સુધી રાજ્ય કરશે. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૧-૨૨)
નવી સૃષ્ટિ ઉપર ઈશ્વરની કૃપા.
અને રાજ્યસનથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, જુઓ, દેવને મંડપ માણસોની પાસે છે, ને તે તેઓની સાથે વસશે, ને તેઓ તેના લોકે થશે, ને દેવ પિતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. અને તે તેની આંખોમાંનું હરેક આંસુ લોહી નાંખશે; ને મરણ ફરી થનાર નથી; ને શોક કે રડવું કે કષ્ટ ફરી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે. (બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૧)