________________
૨૨૬
સુષ્ટિવાદ અને ઈશ્વર વાતાવરણ અંધરાયાં. અને ધુમાડામાંથી તીડ નીકળીને પૃથ્વી પર આવ્યાં, ને જેમ પૃથ્વી પરના વીંછુઓને અધિકાર છે તેમ તેઓને અધિકાર અપાય; ને તેઓને એવું કહેવાયું હતું કે, પૃથ્વીના ઘાસને તથા કે લિલોતરી તથા કઈ ઝાડને ઉપદ્રવ ન કરે, પણ જે માણસોના કપાળ પર દેવની મુદ્રા નથી એઓને ઉપદ્રવ કરો. અને તેઓને એવું અપાયું કે એને મારી નાખે નહિ, પણ પાંચ મહિના સુધી એઓ પીડા પામે; ને વીંછુ જ્યારે માણસને ડંખ મારે છે તે વારની પીડા પ્રમાણે એઓની પીડા હતી. અને તે દહાડાઓમાં માણસે મરણ શોધશે પણ પામશેજ નહિ. ને તેઓ ભરવા બહુ ચહાશે પણ ભરણ તેઓ પાસેથી નાસશે. અને તે તીડોના આકાર લડાઈને સારૂ તૈયાર કીધેલા ઘડાઓના જેવા હતા ને તેઓનાં માથાં પર જાણે કે સોનાના જેવા મુગટ હતા, ને તેઓનાં હેડાં માણસોનાં હેડાં જેવાં હતાં; ને તેઓના નિમાળા (બાલ) બાયડીના નિમાળા જેવા, ને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; ને તેઓને લોઢાનાં બખ્તર જેવાં બખ્તર હતાં; ને તેઓની પાંખોને અવાજ લડાઈમાં દેડતા ઘણું ઘેડાના રથના અવાજ સરખો હતા. અને વીંછુઓના સરખી તેઓની પુંછડી છે, ને ડંખ પણ છે, ને પાંચ મહિના સુધી માણસને ઉપદ્રવ કરવાને તેઓની પુંછડીઓમાં અધિકાર છે. અને ઉંડાણનો જે દૂત તે તેઓ પર રાજા છે; તેનું નામ હેબ્રી ભાષામાં અબાધેન, પણ હેલેની ભાષામાં તેનું નામ આપોન (એટલે વિનાશક) છે.
પહેલો સંતાપ થઈ ગયો છે, જુઓ, હવે પછી બીજા બે સંતાપ આવે છે.
અને છઠ્ઠા દૂતે વગાડ્યું, ત્યારે દેવની સન્મુખની સેનાની વેદીનાં શીંગડાંમાંથી મેં એક વાણી સાંભળી; તેણે જે છઠ્ઠા દૂતની પાસે રણશીંગડું હતું તેને કહ્યું કે, મહા નદી ક્રાત પર જે ચાર