________________
૨૨૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
કે, ઓ સ્વામી, પવિત્ર તથા સત્ય, ઈસાફ કરાવવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓ પાસેથી અમારા લોહીને બદલો લેવાનું ક્યાં સુધી નહિ કરીશ ?
(બા. ગુ. પ્રકટીકરણ. અ. ૬)
ક્રિશ્ચિયન પ્રલય. અને જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા ઉઘાડી ત્યારે મેં જોયું, ને મે ધરતીકંપારે થયો, ને સૂર્ય નિમાળાના કામળા જે કાળો થયો, ને તમામ ચંદ્ર લોહી જેવો થયો, ને જેમ મોટા પવનથી હલાવાએલી અંજીરીનાં કાચાં ફળ પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. અને આકાશ લપેટેલા ઓળીઆની પેઠે ટળી ગયું, ને હરેક પહાડ તથા બેટ પોતપોતાને ઠામેથી ખસેડાયા; ને જગતના રાજાઓ તથા મોટા માણસ તથા સેનાપતિઓ તથા ધનવન્ત તથા પરાક્રમીએ તથા હરેક દાસ તથા સ્વતંત્ર, એઓ ખોમાં તથા પહાડોના પત્થરમાં સંતાઈ ગયા; ને એઓએ પહાડોને તથા પત્થરને કહ્યું કે, તમે અમ પર પડે, ને રાજ્યસન પર બેઠેલાના મોં આગળથી તથા હલવાનના કેપથી અમને સંતાડે, કેમકે તેઓના કેપનો માટે દહાડે આવ્યો છે, ને કોણથી ઉભું રહેવાય ?.....અને એ પછી, મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા ઉપર ઉભા રહેલા દીઠા; ને તેઓએ પૃથ્વીના ચાર પવનને એવી રીતે પકડી રાખ્યા હતા કે, પૃથ્વી પર અથવા સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય. અને મેં બીજા દૂતને ઉગમણથી ચઢત દીઠે, ને તેની પાસે જીવતા દેવની મુદ્રા હતી.......અને તેણે મને કહ્યું, જેઓ મેટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે; ને તેઓએ પિતાનાં વસ્ત્ર ધોયાં, ને હલવાનના લોહીમાં ઉજળાં કીધાં. એ માટે તેઓ દેવના રાજ્યસનની આગળ છે......જે હલવાન રાજ્યસનની મળે છે, તે તેઓને પાળક થશે.
અને જ્યારે તેણે સાતમી મુદ્રા ઉઘાડી, ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન થયું. અને દેવની આગળ જે સાત દૂત ઉભા રહે