________________
૨૧૮
સૃષ્ટિવાદ અને ઈશ્વર
તે મને આત્માએ અરણ્યમાં લઈ ગયે; ને એક કિરમજી રંગના શ્વાપદ પર એક બાયડી બેઠેલી મેં દીઠી; તે શ્વાપદ દુર્ભાષણના. નામથી ભરેલું, ને તેને સાત માથાં ને દસ શીંગડાં હતાંઅને જે દસ શિંગડા તથા શ્વાપદ તેં દીઠાં તેઓ તે વેશ્યાને ઠેષ કરશે, ને તેને તજેલી તથા નાગી કરશે, ને તેનું માંસ ખાશે, ને આગળથી તેને બાળી નાખશે. કેમકે દેવે તેઓના મનમાં એવું મૂક્યું છે કે તેઓ તેની ઈચ્છા પુરી કરે......... અને આકાશમાંથી બીજી એક વાણી એમ કહેતી મેં સાંભળી કે ઓ મારા લેક, તેમાંથી નિકળો, એ માટે કે તમે તેના પાપના ભાગીઆ ન થાઓ, ને તેના અર્થમાંનું કંઈ ન પામો........એ માટે એક દહાડામાં તેના અનર્થો એટલે મરણ તથા ખેદ તથા દુકાળ આવશે, ને તે અગ્નિથી બાળી નાખશે; કેમકે પ્રભુદેવ જેણે તેને ન્યાય કીધે, તે સમર્થ છે...........
(બા. ગુ. પ્રકટીકરણ અ. ૧૭–૧૮) અને મેં એક દૂત આકાશથી ઉતરતે દીઠે, જેની પાસે ઉડાણની કુંચી હતી, ને જેના હાથમાં મોટી સાંકળ હતી. અને તેણે અજગર જે ઘરડે સર્પ, બટ્ટો મુકનાર તથા શેતાન છે, તેને પકડ્યો, ને હજાર વર્ષ લગી તેને બાંધ્યો, ને તેણે તેને ઉંડાણમાં ફેંકીને તે બંધ કીધું, ને તે પર મુદ્રા કીધી, એ માટે કે તે હજાર વર્ષ પુરાં થતાં સુધી તે ફરી વિદેશીઓને ન ભુલાવે;........ અને જ્યારે તે હજાર વર્ષ થઈ ચુકશે, ત્યારે શેતાન તેના બંધનથી છોડાશે, ને તે પૃથ્વી પરના ચારે ખુણામાંના લોકને ગોગ તથા માગગને ભુલાવવાને તથા લડાઈને સારૂ તેઓને એકઠા કરવાને નિકળી આવશે; તેઓની ગણત્રી સમુદ્રની રેતી સરખી છે......અને શેતાન જેણે તેઓને ભુલાવ્યા, તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં, જ્યાં સ્થાપદ તથા જુઠે. ભવિષ્યવાદી છે, ત્યાં ફેંકાયો; ને રાત-દિવસ સદા સર્વકાળ સુધી તેઓ પીડા પામશે.
(બા. ગુ. પ્રકટીકરણ અ. ૨૨}