________________
૨૧૦
સુષ્ટિવાદ અને ઈશ્વર
છઠા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે, પ્રાણીઓને પોતાની જાત પ્રમાણે, એટલે ગ્રામપશુઓ તથા પેટે ચાલનારાં તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવે; ને તેવું થયું...અને દેવે કહ્યું કે આપણે પિતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; ને તેઓ સમુદ્રના માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવે. એમ દેવે પિતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કીધું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કીધાં. અને દેવે તેઓને આશીર્વાદ દીધો, ને દેવે તેઓને કહ્યું કે, સફળ થાઓ, અને વધો...અને દેવે કહ્યું કે, જુઓ, દરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે, ને દરેક વૃક્ષ જેમાં વૃક્ષનાં બીજદાયક ફળ છે, તેઓને મેં તમને આપ્યાં છે, તેઓ તમને ખોરાકને સારૂ થશે. અને પૃથ્વીનું દરેક પશુ, તથા આકાશમાંનું દરેક પક્ષી, તથા પૃથ્વી ઉપર પેટે ચાલનારું દરેક પ્રાણી, જેમાં જીવન શ્વાસ છે, તેઓને ખોરાક સારૂ મેં સર્વ લીલોતરી આપી છે; ને તેવું થયું. અને દેવે જે સર્વ ઉત્પન્ન કીધું તે જોયું; ને જુઓ, તે ઉત્તમોત્તમ. અને સાંજ હતી તથા સવાર હતી, છઠો દિવસ.
(બા. ગુ. ઉત્પત્તિ. અ. ૧)
અને આકાશ તથા પૃથ્વી, તથા તેઓનાં સર્વ સૈન્ય પુરાં થયાં. અને દેવે પિતાનું જે કામ કર્યું હતું તે સાતમે દિવસે પુરૂં કીધું ને પિતાનાં સર્વ કરેલાં કામોથી સાતમે દિવસે તે સ્વસ્થ રહ્યો. અને દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠેરા, કેમકે તેમાં દેવ પિતાનાં બધાં ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યો.
(બા. ગુ. ઉત્પત્તિ. અ. ૧-૨)