________________
ક્રિશ્ચિયન સુષ્ટિ
૨૧૧
મનુષ્યની ઉત્પત્તિ. અને યહોવાહ દેવે ભૂમિની માટીથી માણસને બનાવ્યો, ને તેનાં નસ્કોરાંમાં જીવનને શ્વાસ કુંક, ને માણસ સજીવ પ્રાણ થયું. અને યહોવાહ દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી ને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવાહ દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં વૃક્ષ જે જોવામાં સુંદર તથા ખાધામાં સારાં છે તેઓને, ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ, તથા ભલું ભુંડું જાણવાનું વૃક્ષ ઉગાવ્યાં. અને વાડીને પાણી પાવા સારૂ એક નદી એદનમાંથી નિકળી, ને ત્યાંથી પુત્રીને તેના ચાર ફાંટા થયા. ...અને એદનવાડી ખેડવાને, તથા તેનું રક્ષણ કરવાને, યહોવાહ દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવાહ દેવે તે માણસને આ હુકમ આપ્યો કે, વાડીના દરેક વૃક્ષ પરથી તું ખાયા કર; પણ ભલુંÉડું જાણવાના વૃક્ષ પરનું તારે ખાવું નહિ, કેમકે જે દિવસે તું ખાશે તેજ દિવસે તું મરશે જ મરશે. અને યહોવાહ દેવે કહ્યું કે, માણસ એકલો રહે તે સારું નથી; હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને યહોવાહ દેવે ખેતરના હરેક જાનવરને, તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કીધાં; ને તે માણસ તેઓનું નામ શું પાડશે, એ જેવાને તેને તેની પાસે લાવ્યો...અને તે માણસે સર્વ ગ્રામપશુનાં, તથા આકાશનાં પક્ષીઓનાં, તથા સર્વ વનપશુઓનાં નામ પાડવાં; પણ આદમને એગ્ય એવી સહાયકારી મળી નહિ. અને યહોવાહ દેવે આદમને ભર ઉંઘમાં નાંખે; ને તે ઉંઘી ગયા, પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું; ને યહોવાહ દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી, તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે લાવ્યો. અને તે માણસે કહ્યું કે, આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમકે તે નરમાંથી લીધેલી છે.
(બા. ગુ. ઉત્પત્તિ. અ. ૨)