________________
ક્રિશ્ચિયન સૃષ્ટિ
૨૦૯
જોયું કે સારૂં છે. અને દેવે કહ્યું કે ધાસ તથા ખીજદાયક શાક તથા ફળશ્રૃક્ષ પાતપેાતાની જાત પ્રમાણે ફળદાયક, જેનાં ખીજ પેાતામાં પૃથ્વી પર છે, તેઓને પૃથ્વી ઉગાવે ને એમ થયું......... અને સાંજ હતી તથા સવાર હતી, ત્રીજો દિવસ.
( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૧)
ચેાથા દિવસની કાર્યવાહી.
અને દેવે કહ્યું કે, રાત દહાડા જુદાં કરવા સારૂ, આકાશના અંતરિક્ષમાં જ્યેાતિએ થાએ, ને તેએ ચિન્હો તથા ઋતુએ તથા દિવસે તથા વર્ષોને અર્થે થાઓ. અને તેઓ પૃથ્વી પર અજવાળુ આપવા સારૂ આકાશના અંતરક્ષમાં જ્યોતિએ થાઓ; ને તેવું થયું. અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મેાટી જ્યેાતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યેાતિ, એવી એ મેટી જ્યાતિ બનાવી, ને તારાઓને પણ બનાવ્યા. અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને, તથા દહાડા તથા રાત પર અમલ ચલાવવાને, ને અજવાળું તથા અંધારૂં જુદાં કરવાને, આકાશના અંતરિક્ષમાં તેઓને સ્થિર કીધાં; ને દેવે જોયું કે તે સારૂં છે. અને સાંજ હતી, તથા સવાર હતી, ચેાથેા દિવસ.
૧૪
( ખા. ગુ. ઉત્પત્તિ. અ. ૧)
પાંચમા દિવસની કાય વાહી.
અને દેવે કહ્યું કે, જીવજન્તુએ ને પાણી પુષ્કળ ઉપજાવા, તથા પૃથ્વી પરના આકાશના અંતરિક્ષમાં પક્ષીએ ઉડે...અને દેવે તેઓને આશીર્વાદ દઈ ને કહ્યું કે, સફળ થાઓ, ને વધેા, ને સમુદ્રમાંનાં પાણી ભરપૂર કરે, ને પૃથ્વી ઉપર પક્ષીઓ વધેા. અને સાંજ હતી તથા સવર્ હતી, પાંચમા દિવસ.
( યા. ગુ. ઉત્પત્તિ. અ. ૧)