________________
૨૦૮
સૃષ્ટિવાદ અને ઈશ્વર
તેના કર્તાને સવાલ જ ક્યાં રહ્યો ? જે કે મૂલમાં ગ્રંથકારે અંડ શબ્દનો પ્રયોગ કરી બીજી સૃષ્ટિની માફક આ પણ અંડસૃષ્ટિ બતાવી છે પણ ટીકાકાર શંકરાચાર્યો અંડ શબ્દનો અર્થ બ્રહ્માંડ કર્યો છે. બ્રહ્માંડ એટલે જગત અને જગત તે કલ્પનામાત્ર, એ હિસાબે સૃષ્ટિ પણ કલ્પનામાત્ર છે.
ક્રિશ્ચિયન સૃષ્ટિ.
પહેલા દિવસની કાર્યવાહી. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કીધાં. અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, ને જલનિધિ પર અંધારું હતું, ને દેવને આત્મા પાણુ પર હાલતો થયો. અને દેવે કહ્યું, અજવાળું થાઓ, ને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે, ને દેવે અજવાળું તથા અંધારૂં જુદાં પાડ્યાં. અને દેવે અજવાળાને દહાડે કહ્યો ને અંધારાને રાત કહી. અને સાંજ હતી તથા સવાર હતી, પહેલો દિવસ. (બાઈબલ ગુજરાતીઃ ઉત્પત્તિ. અ. ૧)
બીજા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરે. અને દેવે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની તળેનાં પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણીથી જુદાં કીધાં, ને તેવું થયું. અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું. અને સાંજ હતી તથા સવાર હતી, બીજે દિવસ. (બાગુ. ઉત્પત્તિ. અ. ૧)
ત્રીજા દિવસની કાર્યવાહી. અને દેવે કહ્યું કે આકાશ તળેનાં પાણી એક જગ્યામાં એકઠાં થાઓ, ને કારી ભૂમિ દેખવામાં આવ; ને તેવું થયું. અને દેવે કરી ભૂમિને પૃથ્વી કહી, ને એકઠાં થયેલાં પાણીને સમુદ્રો કહ્યો; ને દેવે