________________
૨૦૬
સષ્ટિવાદ અને ઈશ્વર सृष्टिस्थितिलयास्तस्य क्रियाः प्रोक्ता मनीषिभिः॥
| (To go ૩૦ ક. ૨૨) અર્થ–હે શક ! આ સમસ્ત જગત નામ, રૂપ અને ક્રિયાત્મક છે. વિશ્વ, લોક, દુનીયા, સંસાર ઇત્યાદિ જગતનાં નામ તે નામજગત છે. પંચભૂત તથા તેના વિકારોનો સમૂહ તે રૂપજગત યા એહ જગતનું રૂપ છે. સર્ગ, પાલન અને વિનાશ—એ જગતની ક્રિયા છે. એમ નામ, રૂપ અને ક્રિયા શિવાય જગત એવી કઈ અલગ વસ્તુ નથી. જેમ ઘટ આદિ નામ વર્તુલ પૃથુબુદ્ધોદરાદિક રૂપ અને જલાહરણાદિ ક્રિયા એ ત્રણ મલીને ઘટ છે, એમ ૫ટ આદિ સવ વસ્તુમાં સમજવું. વસ્તુતઃ નામ, રૂપ અને ક્રિયા એ ત્રણ અલગ અલગ વસ્તુ નથી કિન્તુ એક રૂપ છે તે બતાવે છે.
अवस्थाया विशेषः, स्यावस्तुनोऽत्र क्रिया यतः । तस्मान्न रूपतो भिन्ना, क्रियानामात्र विद्यते ।। नाममात्रेण रूपं स्याद्विचारे नास्ति तद्यतः । तस्मान्नामात्मकं कार्य, नानोनान्यद्धि वस्तु सत् ॥ एकमेतत् त्रयं सर्व, नामरूपक्रियात्मकम् ।।
| (HIs To Go 8ા ૨૨-૨૨૭) અર્થ–આ વસ્તુ નવીન છે, આ પ્રાચીન છે, ઇત્યાદિ વ્યવહારની પેઠે ક્રિયા પણ વસ્તુની અવસ્થાવિશેષનું જ નામ છે, એટલા માટે વસ્તુના સ્વરૂપથી ક્રિયા ભિન્ન નથી. ઘટાદિ પદાર્થોનું રૂપ તેના નામમાત્રથી જાણી શકાય છે. એટલે નામથી અતિરિત વસ્તુનું રૂપ કંઈ છે નહિ; માટે પૂર્વોક્ત નામ, રૂપ અને ક્રિયા પરસ્પર ભિન્ન ભિન્ન નથી કિન્તુ એકરૂપ છે.
नामादि नैव भिन्नं स्यात् , कारणात्स्वात्मनस्तथा। कार्यत्वेन यथा सर्पो, रजोभिन्नो न विद्यते ।
(સાપુ. ૧૦ ક. ૨૨૮)