________________
=
૨૦૪
સૃષ્ટિવાદ અને ઈશ્વર માંથી અન્ન ઉત્પન્ન કર્યું તે પણ પ્રત્યેક વેનિના ખાદ્યભેદથી અનેક પ્રકારનું અન્ન બનાવ્યું. જેમકે મનુષ્યોને માટે વ્રીહિ યવાદિક સ્થાવર અન્ન, સિંહાદિકને માટે જંગમ અન–મૃગાદિક, દેવતાઓ અપાનવાયુ વિના અન્ન ભક્ષણ ન કરી શક્યા, ત્યારે પ્રાણવાયુરૂપે ઈશ્વરે તેમાં પ્રવેશ કર્યો અને અન્ન ખવરાવી દીધું.
(To go 1. ૨ા ૨૨૭ થી ૨૨૦)
આત્મપ્રવેશ. વાફથી માંડી પ્રાણ સુધીના દેવતાઓને સ્થાન ભવ્યું છતાં ચૈતન્ય વિના તે કંઈ પણ કરવાને શક્તિમાન નથી એમ ધારી ઈશ્વરે મસ્તકના મધ્ય ભાગમાં થઈને પોતાના પુત્રોનાં શરીરમાં પ્રવેશ કર્યો.
નિરંજન ઈશ્વરને પણ બાહ્ય અર્થભેગ. यदा बाह्यार्थभोगार्थ, कर्मादत्ते निरञ्जनः । अनादिमायया तस्मिन् , काले वेधा प्रजायते ॥
(સા. પુ૧૦ ૨ા ૨૭૮) અર્થ–ઈશ્વર નિરંજન છતાં બાહ્ય પદાર્થને ભેગને માટે કર્મ ગ્રહણ કરે છે તે અનાદિકાળથી લાગેલી માયાના યોગથી. તે માયાને લીધે જ તે વખતે સ્ત્રી અને પુરૂષ રૂપે પોતાના બે ભાગ કરે છે. (જે સ્વાયંભુવ મનુ અને શતરૂપાના નામથી પ્રસિદ્ધ છે.)
શુભાશુભ કર્મ કરાવનાર ઈશ્વર. कारयत्येष एवैतान् , जन्तून्नानाशरीरगान् । भृत्यानिष्टानिव सदा, कर्मणी साध्वसाधुनी॥
| (To go . રરૂ૩) અથ–નાના પ્રકારના શરીરધારી આ જીવોને ઈશ્વર જ ઈષ્ટ અનિષ્ટ કર્મો કરાવે છે; જેવી રીતે શેઠ નેકર પાસે ભલાં બુરાં કૃત્ય કરાવે છે.