________________
૨૦૨
સુષ્ટિવાદ અને ઈશ્વર છે તેને સ્પષ્ટ કરીને હું સર્જીઅર્થાત નામરૂપરહિત જે અવ્યાકૃત જગત્ કારણે પાધિમાં વર્તમાન છે તેને નામરૂપસહિત બનાવું.
भूरादिलोकसहित-मप्स्वण्डमुदपादयत् । आत्मनो व्यतिरिक्तं तन्नामरूपक्रियात्मकम् ॥
(ચ૦ ૦ ૦ ૨ ૭૩) અર્થ—તે ઈશ્વરે ભૂરું આદિ લોક સહિત અંડ-બ્રહ્માંડ કે જે હિરણ્યગર્ભના શરીર રૂપ હોઈને સૂક્ષ્મ પંચભૂતમાં કાર્યરૂપે સ્થિત છે, તેને ઉત્પન્ન કર્યું. જોકે આત્માથી અલગ કોઈ સ્વતંત્ર સત્તા તેની નથી તે પણ તે નામ રૂપ અને ક્રિયારૂપે અવ્યક્ત હતું તેને વ્યક્ત કર્યું. ત્યારપછી ઈશ્વરે વિચાર્યું કે આ વિરાટું શરીર ચેતનહીન છે તે લાંબા વખત સુધી ટકી શકશે નહિ, જેમ સ્વામી વિનાનું ઘર તરતમાંજ અસ્તવ્યસ્ત થઈ જાય છે, માટે એને ચેતનવાળું બનાવવું જોઈએ. એમ ધારીને વિરા શરીરમાં અપંચીકૃત ભૂતના રાજસ અંશમાંથી કર્મેન્દ્રિય અને સાત્ત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિય તે ઉત્પન્ન થઈ ચુકી હતી. તેમાં મુખના છિદ્રમાં શબ્દવ્યવહાર સમ્પાદક વાણી ઉત્પન્ન થઈ અને તેના અધિષ્ઠાતા તરીકે વૈદિક કર્મ સમ્પાદક અગ્નિદેવ પ્રગટ થ. નાસિકાના છિદ્રમાંથી ઘાણ ઈન્દ્રિય અને તેમાંથી અધિષ્ઠાતા વાયુદેવ પ્રગટ થયે. નેત્રના છિદ્રમાંથી ચક્ષુદ્રિય અને તેમાંથી અધિછાતા સૂર્ય પ્રગટ થયો. કાનના છિદ્રમાંથી શ્રોત્રેન્દ્રિય અને તેમાંથી દિશાઓ પ્રગટ થઈ. દેહના સુમ છિદ્રમાંથી ત્વગિન્દ્રિય અને તેમાંથી રામ અને કેશ પ્રગટ થયા. સ્પર્શનેંદ્રિય સહકૃત લેમ અને કેશમાંથી ઓષધિ વગેરે સ્થાવર ઉત્પન્ન થયા અને તેને અધિષ્ઠાતા સ્થાવશેપાધિક વાયુદેવ પ્રગટ થયો. અંતર આકાશમાંથી પાંચ છિદ્રવાળું માંસકમલરૂપ હદય ઉત્પન્ન થયું. તેમાંથી મન અને મનમાંથી ચંદ્ર દેવ પ્રગટ થયો. નાભિછિદ્રમાંથી પ્રાણ અપાનાદિ વાયુ પ્રગટ થયે. ઉપસ્થછિદ્રમાંથી ઉપસ્થ ઈકિય ઉત્પન્ન થઈ કે જેને અંડજ અને