________________
પિરાણિક સૃષ્ટિ (૯) આત્મપુરાણ ૨૦૧
દૈનંદિન પ્રલય. બ્રહ્માને દિવસ પૂર્ણ થતાં બ્રહ્માને સુવાની ઈચ્છા થઈ ત્યારે વિષ્ણુના નાભિકમલમાં પ્રવેશ કરી આરામથી સુઈ ગયા. બીજી બાજુ રૂદ્ર પર્વવત સૃષ્ટિને સંહાર કર્યો. શેષનાગ પૃથ્વીને છેડી વિષ્ણુ પાસે ચાલ્યા. પૃથ્વી ક્ષણમાત્રમાં નીચે ચાલી ગઈ. બ્રહ્માંડના ખંડેની સાથે ટક્કર ખાઈ ભૂમિ નષ્ટ ન થઈ જાય એટલા માટે વિષ્ણુએ કચ્છ૫– કાચબાનું રૂપ ધારણ કરી બ્રહ્માંડના ખંડેને પગ નીચે દબાવી રાખી પૃથ્વીને પીઠ ઉપર રોકી લીધી. ત્યારપછી નિશ્ચિત થઈ રાત્રિની સમાપ્તિપર્યત વિષ્ણુ સુઈ ગયા.
(ા ૩૦ ૨૮)
પિરાણિક સૃષ્ટિઃ (૯) આત્મપુરાણ
આત્મસૃષ્ટિ (વેદાંત). अतः समायोप्यात्मायं, निर्माय इव संलये। सतमस्को यथा भानु-दिवसे निस्तमा इव ॥ एवं स्थितस्तदा देवः, पूर्वसंस्कारसंस्कृतः । वासानानां समुबोधात्पर्यालोचयदीश्वरः॥
(1 go ૩૦ ૨ ૭૦–૭૨) અર્થ–પ્રલયકાળમાં આ આત્મા (ઈશ્વર) માયા સહિત છતાં ભાયારહિત મનાય છે. જેમ રાત્રે અંધકારસહિત ભાનુ દિવસે અંધકારરહિત થઈ જાય છે. એવી રીતે માયાવિયુક્ત પણ દેવઈશ્વર પૂર્વસંસ્કારથી સંસ્કૃત હોવાથી વાસનાઓની જાગૃતિ થતાં પર્યાલોચના કરે છે.
આલોચન-પ્રકાર. આકાશ આદિ સમસ્ત જગત અસ્પષ્ટ રૂપથી મારામાં રહેલું