________________
૨૦૦
સૃષ્ટિવાદ અને ઈશ્વર
અતિ કઠિન તપ કર્યું. તપથી પ્રસન્ન થયેલ વિષ્ણુભાછલાનું રૂપ ધારણ કરી મનુજી પાસે ગયા. તેમણે પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી. મનુજીએ તેને એક મ્હોટા ઘડામાં મુકી દીધો. તેમસ્યથડાજ દિવસમાં એટલો બધો હેટો થઈગયો કે સમુદ્ર શિવાય બીજું સ્થાન તેને રહેવા માટે યોગ્ય નરહ્યું. મનુજીને અત્યંત આશ્ચર્ય થયું. વિચાર કર્યો કે આ પિતે જ પરમેશ્વર છે. પરમેશ્વર વિના બીજા કોઈની આવી તાકાત ન હેય. મનુજીએ તેમની
સ્તુતિ કરી અને કપિલના શ્રાપની હકીકત કહી સંભળાવી. મધ્યે કહ્યું. “પ્રલય તે જરૂર થશે પણ હું તમને બચાવવાને બંદેબસ્ત કરીશ. હું જેમ કહે તેમ તમારે કરવું પડશે. જુઓ, સાંભળો, જ્યારે જલપ્રલય થશેને, ત્યારે મલ્યરૂપે હું તમારું રક્ષણ કરીશ. હે મને ! યોગ્ય લાકડાનું એક મજબૂત નાવ બનાવજે. જલપ્રલય થાય ત્યારે સાત ઋષિઓ તથા વનસ્પતિનાં બીજની સાથે તે નાવ પર ચઢી જજો. તે વખતે મારું એક શિંગડું તમને દેખાશે. તેની સાથે નાવ બાંધી દેજે. હું વધેલા જલને સુકાવતે આમતેમ ભ્રમણ કરીશ. જ્યારે જમીન સુકાઈ જશે ત્યારે ભાવથી ઉતરીને નવેસરથી સૃષ્ટિ બનાવી ખ્યાતિ પ્રાપ્ત કરજે.” એટલું કહી મત્સ્ય અને મનુ તિપિતાને સ્થાને ચાલ્યા ગયા. થોડા વખત પછી વરાહરૂપધારી વિષ્ણુ અને સરભરૂપધારી રૂદ્ર વચ્ચે ઘેર સંગ્રામ મંડાયો. પાદાધાતના કઠિન પ્રહારથી સમુદ્રનું પાણી ઉછળીને લેકમાં પસરી ગયું. ઘણું પવ તેને ચૂરેચૂરો થઈ ગયો. તે જ વખતે મૂશળધારા વૃષ્ટિ થઈ એવી રીતે અકાલ પ્રલયની ભયંકર પરિસ્થિતિ જોઈ મનુજી સાત ઋષિઓ અને વનસ્પતિબીજની સાથે નાવમાં ચડી બેઠા અને નાવને સિંગડા સાથે મજબૂત બાંધી લીધું. એક હજાર વરસ સુધી નાવ પાણીમાં ચક્કર ભારતું રહ્યું. જ્યારે જલ પ્રકૃતિસ્થ થયું ત્યારે નાવને હિમાચલના પચાશ હજાર જેજન ઉંચા શિખર સાથે ત્યાંસુધી બાંધી રાખ્યું કે જ્યાંસુધી પાણી પુરેપુરું સુકાઈ ન ગયું.
( का० पु० अ० ३३-३४)