________________
પૈારાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ.
૧૯૭
લેાક, તેજથી મહીંક, પવનથી જનલેાક અને ધ્યાનમાત્રથી તપેાલેાક બનાવ્યે.
વરાહ અવતાર અને શેષનાગ.
વારાહ કલ્પમાં વિષ્ણુને વરાહનું રૂપ લઈ જલમાં મગ્ન થયેલી પૃથ્વીને ઉપર ઉચકી લાવવી પડે છે. તેથી પેાતાની ડાઢ ઉપર રાખીને વરાહ રૂપી વિષ્ણુ પૃથ્વીને ઉપર લાવ્યા. તેને અસ્થિર-ડાલતી જોઈ વિષ્ણુએ શેષનાગને અવતાર ધારણ કરી ફેણ ઉપર ટકાવી પૃથ્વીને સ્થિર કરી અને સાત દ્વીપ તથા સાત સમુદ્રોના વિભાગ કરી પૃથ્વીના છેડા લીધેા.
થ્રહ્મા અને રૂદ્ર.
બ્રહ્માએ પેાતાના શરીરના એ ભાગ કર્યાં, અધ ભાગ પુરૂષને અને અભાગ નારીને. તેનું નામ રૂદ્ર રાખ્યું કારણકે તે રાતાં રાતાં ઉત્પન્ન થયા. રૂદ્રના કહેવાથી બ્રહ્મા પણ અર્ધનારીશ્વર રૂપ અન્યા.
મૈથુની સૃષ્ટિ.
ઉક્ત સ્રીભાગમાંથી વિરાટ્ પેદા થયેા. તેણે તપ કરીને સ્વાયંભુવ મનુને ઉત્પન્ન કર્યો. તેણે પણ બ્રહ્માને સંતાષવાની ખાતર તપ કરીને દક્ષને ઉત્પન્ન કર્યાં. ત્યારપછી મરીચિ, અત્રિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, પ્રચેતસ, વશિષ્ઠ, ભૃગુ અને નારદ એમ દશ પુત્રા પેદા કર્યા. (૪૦ પુ૦ ૩૪૦ ર ્। ૬ થી ૯ સુધી.) પ્રતિસ.
મનુ, દક્ષ, મરીચિ આદિએ જે પેાતામાંથી અલગ અલગ સૃષ્ટિ રચી તેનું નામ પ્રતિસગ કહેવાય છે. સ્વાયંભુવ મનુએ છ પુત્રા ઉત્પન્ન કર્યાં, તે ઉપરાંત યક્ષ, રાક્ષસ, પિશાચ, નાગ, ગન્ધ, કિન્નર, વિદ્યાધર, અપ્સરા, સિદ્ધ, ભૂત, મેઘ, વિજળી, વૃક્ષાદિક, મત્સ્ય, પશુ, કીટ, જલચર અને સ્થલચર જીવ પેદા કર્યાં તે સ સ્વાયંભુવ મનુને પ્રતિસગ કહેવાય છે.