________________
૧૯૬
સૃષ્ટિવાદ અને ઈશ્વર
દેવતાઓને ઉત્પન્ન કરી સ્વક અલંકૃત કર્યો. સનકાદિક ઋષિઓથી મહર્લોક, વૈરાજસૃષ્ટિથી જનલોક, તપસ્વીઓથી તપલેક અને તેજોમય સૃષ્ટિથી સત્યલોક આબાદ કર્યો. આખર કલ્પને અંતે આ લોકેનો સંહાર કરી નારાયણ નિદ્રાવશ થઈ સુઈ જાય છે. રાત્રિ
વ્યતીત થતાં ફરી જાગીને વેદ તથા વેદમાતા-ગાયત્રી યાદ કરે છે પણ નિદ્રાવશ મોહના કારણથી સ્મૃતિમાં આવતું નથી, ત્યારે મત્સ્ય રૂપ ધારણ કરી અતલ જલમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વેદશાસ્ત્ર લઈ આવી, તે જોઈને તેને અનુસાર સૃષ્ટિ બનાવે છે.
(as go 1. ૨ / ૬ થી ર૦ સુધી.)
પિરાણિક સૃષ્ટિ : (૮) કાલિકાપુરાણ.
બ્રહ્મસૃષ્ટિ. પ્રલય સમાપ્ત થતાં જ્ઞાનસ્વરૂપ પરમ બ્રહ્મને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ. પ્રકૃતિમાં ક્ષોભ કરવાથી પ્રધાન તત્ત્વ અને તેમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયું. પ્રધાન ત મહત્તત્ત્વને ચારે તરફથી ઘેરી લીધું. તેમાંથી ત્રિવિધ અહંકાર અને તેમાંથી પાંચ તન્માત્રા પ્રગટ થઈ. શબ્દાદિ તન્માત્રામાંથી ક્રમશઃ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી ઉત્પન્ન થયાં.
અંડસૃષ્ટિ. વાયુમંપિત નિરાધાર જલરાશિને ધારણ કરનારી વિષ્ણુ શક્તિમાં પરમાત્માએ પોતાનું અમેઘ વિર્ય નાખ્યું; તેથી એક ઇંડું ઉત્પન્ન થયું. બ્રહ્માનું રૂપ ધારણ કરી વિષ્ણુએ એક વર્ષ પર્યત ઈડામાં રહી તેના બે ટુકડા કર્યા. પછી પૃથ્વી અને તેના ઉપર સુમેરૂ પર્વત તથા પહાડ બનાવ્યા. પછી સ્વર્ગ તથા પાતાલ