________________
પિરાણિક સુષ્ટિ : (૭) વરાહપુરાણ. ૧૫ મારા સમાન બીજે કઈ છે નહિ અને મને કઈ પરાજીત કરી શકે તેમ નથી. એ મિથ્યાભિમાન છોડી દે. ભલભલેરી પૃથ્વી છે. દુનીયામાં શેરને માથે સવાશેર મળી રહે છે. વિષ્ણુએ કહ્યું કે માફ કર. મેં દુઃખી કરવાના આશયથી દ્વાર બંધ ન્હોતાં કર્યાં કિન્તુ કેવલ ક્રીડા અર્થે બંધ કર્યા હતાં. તું મારા નાભિકમલમાંથી બહાર નીકળ્યો માટે તું મારે પુત્ર થયો. એટલા માટે બ્રહ્માનું નામ પદ્મયોનિ પણ છે.
कूर्म पु० पूर्वार्द्ध अ० ८।६ थी ३६ सुधी. સારાંશ એ છે કે બન્ને સૃષ્ટિકર્તાનું સવજ્ઞપણું આથી ઉડી જાય છે. જ્ઞાનથી જાણી શકતા હોત તો અંદર ઘુસવાની શું જરૂર હતી ? “હું હોટ અને તું ન્હાને ” એવી રસાકસીની પણ શું જરૂર?
પિરાણિક સૃષ્ટિ : (૭) વરાહપુરાણુ.
૩૪કાર સૃષ્ટિ. - સૃષ્ટિના આરંભમાં નારાયણ શિવાય બીજું કંઈ ન હતું. નારાયણને અનેક થવાની ઈચ્છા થતાં ૐકાર શબ્દ ઉત્પન્ન થયો. તેના પાંચ ભાગ થયા–અકાર, ઉકાર, મકાર, નાદ અને બિન્દુ. આ પાંચ ભાગમાંથી ક્રમશઃ ભૂલોક, ભુવહેંક, સ્વર્લોક, જનક અને તપલેક ઉત્પન્ન થયા. એ લોકોને વસતિ વિના શન્ય જોઈને સળ સ્વર અને ૩૫ વ્યંજન ઉત્પન્ન કર્યા. સૃષ્ટિની વૃદ્ધિ કેમ થાય? એનો વિચાર કરતાં નારાયણની જમણી આંખમાંથી તેજ નીકળ્યું, તેનો સૂર્ય બની ગયે. ડાબી આંખમાંથી તેજ નીકળ્યું, તેનો ચંદ્રમા બન્યા. નારાયણના પ્રાણમાંથી વાયુ ઉત્પન્ન થયો. વાયુમાંથી અગ્નિ પેદા થયો. ત્યારપછી નારાયણના મુખમાંથી બ્રાહ્મણ, ભુજામાંથી ક્ષત્રિય, ઉરપ્રદેશમાંથી વૈશ્ય અને પગમાંથી શુદ્ર ઉત્પન્ન કર્યા. એ ચાર વર્ષથી ભૂલોક આબાદ કર્યો. યક્ષ અને રાક્ષસો ઉત્પન્ન કરી ભુવર્લોક વસાવ્યું.