________________
૧૯૯૪
સુષ્ટિવાદ અને ઈશ્વર
પોરાણિક સૃષ્ટિ (૬) કૂર્મપુરાણુ.
બ્રહ્મોત્પત્તિ. અતીત પ્રલયમાં અંધકારપૂર્ણ જલ જ જલ હતું. તેમાં નારાયણ પ્રભુ શેષનાગની શય્યાપર સુઈ ગયા હતા. તેની નાભિમાંથી સે
જન વિસ્તૃત એક મહત કમલ પ્રગટ થયું. ઘણે વખત વીત્યા પછી બ્રહ્માજી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા અને સુતેલા વિષ્ણુને હાથથી જગાડી પુછયું કે આ એકાણર્વમાં એકાકીભૂત, નિર્ભય થઇને સુઈ રહેલ આ કોણ છે? વિષ્ણુએ જવાબ દીધો કે સમસ્ત દેને ઉત્પન્ન કરનાર સચરાચર જગતને સ્વામી હું વિષ્ણુ છું. આ આખું જગત મારામાં વિદ્યમાન છે. મારા મુખમાંથી અંદર પ્રવેશ કરી તેને જોઈ શકે છે. ભલા, એ તો બતાવ કે તું કોણ છે અને નિર્ભય થઈને કયાં ભ્રમણ કરી રહ્યો છે? બ્રહ્માજીએ કહ્યું કે હું બ્રહ્મા છું, આખું વિશ્વ મારી અંદર છે તેને તું મારા શરીરની અંદર પ્રવેશ કરી જોઈ શકે છે. એ સાંભળીને વિષ્ણુએ યોગદ્વારા બ્રહ્માના શરીરમાં પ્રવેશ કર્યો ત્યાં ચરાચર વિશ્વને જોઈ આશ્ચર્ય પામી મુલને રસ્તે
હાર નીકળી આવ્યા. બ્રહ્માને વિષ્ણુએ કહ્યું કે તું પણ મારી અંદર જઈને જગતને જોઈ લે. બ્રહ્માએ કહ્યું ઠીક. પછી વિષ્ણુને મુખદ્વારા શરીરમાં પ્રવેશ કરી ઘણું વખત સુધી નિરીક્ષણ કર્યું પણ છે. ક્યાંય ન મ.
બીજી તરફ વિષ્ણુએ વ્હાર નીકળવાના માર્ગ બંધ કરી દીધા. બ્રહ્માએ બહાર નીકળવા ઘણું કશિશ કરી પણ બધું વ્યર્થ. નીકળવાને રસ્તે મ નહિ. એટલામાં નાભિ તરફ નજર ગઈ ત્યાં કમલનાલમાં થઈને બહાર નીકળવાનો એક રસ્તો મલી ગયા. તે રસ્તે ન્હાર નીકવ્યા તે એક મોટા કમલમાં ઉપસ્થિત થયેલ પોતાને જોયા. હાર આવીને વિષ્ણુને કહ્યું કે અહે વિષ્ણ! તને એ અભિમાન છે કે