________________
પિરાણિક સૃષ્ટિ : (૫) સાંબપુરાણ.
૧૯૩
અર્થ–શ્રાપથી પરાભવ પામેલ સાંબકુમારે સૂર્યની ઉપાસના કરી તેથી કોઢ મટી ગયો અને પ્રથમના જેવું રૂપ પ્રાપ્ત થઈ ગયું. સૂર્યના પ્રભાવથી પ્રભાવિત થઈને સાંબે પોતાના નામથી સૂર્યની સ્થાપના કરી.
(તાશ્વgs # રૂ) કથાને સારાંશ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, એ બધા કરતાં મહે દેવ સૂર્ય છે. વિષ્ણુ આદિ સર્વ સૂર્યની મૂર્તિરૂપ છે. વિષ્ણુ અને તેના જનાનાની જલક્રીડા શરાબપાન અને ઘરમાં ને ઘરમાં વ્યભિચાર દશા તથા સ્ત્રીઓ અને પુત્રને આપેલો શ્રાપ એ બધી વાતે ઐશ્વર્યને હાનિ પહોંચાડનારી છે. નારદ મુનિએ કૃણજીને ભરમાવ્યા અને ખોટી વાતને સાચી માની લીધી તે એમની અલ્પજ્ઞતા સાબિત કરે છે. સર્વજ્ઞ હેય તે એમ ઠગાય નહિ.
બીજા દેવ અપ્રત્યક્ષ છે જ્યારે સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. કહ્યું છે કેशब्दमात्र श्रुतिमुखा, ब्रह्मविष्णुशिवादयः । प्रत्यक्षीयं परो देवः, सूर्यस्तिमिरनाशनः ॥
(ાળ્યુંgo ૨ા ૨૧) અર્થ–બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરે દેવો શબ્દમાત્ર કે શ્રુતિ પ્રતિપાદ્ય છે પણ અંધકારને હણનાર સૂર્ય પ્રત્યક્ષ પરમ દેવ છે.