________________
સુષ્ટિવાદ અને ઈશ્વર
વિષ્ણુ કરતાં સૂર્યના અધિક પ્રભાવ ઉપર સામ્મની કથા.
૧૯૨
નારદ મુનિ એક વખત દ્વારકા નગરીમાં આવ્યા. બધાએ તેમના સત્કાર કર્યાં પણ કૃષ્ણ મહારાજના પુત્ર સાંખકુમારે સત્કાર ન કર્યાં એટલુંજ નિહ પણ અનાદર કર્યાં. એ ચાર વખત તેમ બન્યું. આથી નારદ મુનિ ગુસ્સે થયા. કૃષ્ણજીને ભરાવ્યું કે સાંખકુમાર ભલે સુંદર છે પણ તેના રૂપ ઉપર તમારી સાથે હજાર રાણીએ માહિત રહે છે. આથી શ્રીકૃષ્ણના મનમાં શંકા પડી પણ ઉપરથી કહ્યું કે એમ ન બને. નારદે કહ્યું ઠીક, સમય આવ્યે બતાવીશ. એટલું કહી
ચાલ્યા ગયા.
કેટલાક વખત પછી નારદજી પુનઃ દ્વારકામાં આવ્યા. તે વખતે કૃષ્ણજી પાતાની સ્ત્રીઓની સાથે જલક્રીડા કરવા રૈવતક નામના બાગમાં ગયા હતા. સ્ત્રીએ શરાબના નશામાં ચકચુર બની ગઈ હતી. કપડાં આધાંપાછાં થઈ ગયાં હતાં, નિર્લજ્જ બની એડી હતી. નારદજી ત્યાં આવી પહેોંચ્યા. આ પરિસ્થિતિ જોઈ પેાતાની વાત સાબીત કરવાની આ તક બરાબર છે એમ જાણી સાંખકુમારને જગાડી ત્યાં લઈ આવ્યા. તેને જોઈ ને નશામાં ભાન ભૂલેલી સ્ત્રીએ કામથી વિલ બની ગઈ. બીજી તરફ નારદે કૃષ્ણને સમીપ લાવી આ દસ્ય બતાવ્યું તેથી કૃષ્ણજીના મનમાં સ્ત્રીએ અને સાંબના દુરાચાર વિષે ખાત્રી થતાં કુપિત થઈ ને બન્નેને શ્રાપ આપ્યા. સ્ત્રીઓને શ્રાપ આપ્યા કે પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થઈ ડાકુઓને આધીન રહેશેા. સાંને શ્રાપ આપ્યા કે તું કાઢી બની જઈશ. સાંખ તરતજ કાઢી બની ગયા.
ततः शापाभिभूतेन, साम्बेनाराध्य भास्करम् । पुनः संप्राप्य तद्रूपं, स्वनाम्नाऽर्को निवेशितः ॥
(જ્ઞાન્ત્રપુ॰ ૪૦ ર્। ૯)