________________
નાક- મળvu પિરાણિક સૃષ્ટિઃ (૫) સાંખરાં. સ્વ; અર્થ (૧) તે સૂર્યની પ્રથમ માતનું નામ ઈન્દ્ર છે. તે મૂર્તિ દેવરાજરૂપે રહીને દેવોનું અનુશાસન કરી રહી છે.
(૨) સૂર્યની બીજી મૂતિનું નામ પ્રજાપતિ છે. તે મૂર્તિ નાના પ્રકારની પ્રજાએ ઉત્પન્ન કરવામાં તત્પર થઈ રહેલી છે.
(૩) સૂર્યની ત્રાજી મૂર્તિ પર્જન્ય નામથી પ્રસિદ્ધ છે. તે મેઘમંડલમાં નિવાસ કરતી વરસાદ વરસાવતી રહે છે.
(૪) સૂર્યની ચોથી મૂર્તિનું નામ છે પૂષા. તે અન્નમાં સ્થિતિ કરીને પ્રજાને પુષ્ટ કરે છે.
(૫) સૂર્યની પાંચમી મૂર્તિ ત્વષ્ટા નામથી પ્રસિદ્ધ છે. તે વનસ્પતિ અને એષધિઓમાં રહીને રેગાદિનું નિવારણ કરે છે.
(૬) છઠી મૂર્તિનું નામ અર્યમા છે. તે વાયુનો સંચાર કરવાને શરીરમાં સ્થિતિ કરી જીવનનિર્વાહ કરે છે. -
(૭) સાતમી મૂર્તિનું નામ ભગ છે. તે ભૂમિ અને શરીરમાં રહે છે.
(૮) આઠમી મૂર્તિ વિવસ્વાન નામથી અગ્નિમાં રહી અન્ન પાચન કરે છે.
(૯) નવમી મૂર્તિ વિષ્ણુ નામથી પ્રસિદ્ધ છે તે દેવોનું પાલન અને રાક્ષસોને સંહાર કરતી અનેક અવતાર ધારણ કરે છે.
(૧૦) અંશુમાન નામક દશમી મૂર્તિ વાયુમાં પ્રતિષ્ઠિત થઈને પ્રજાને આહલાદિત કરે છે.
(૧૧) વરૂણ નામની ૧૧ મી મૂર્તિ જલમાં પ્રતિષ્ઠિત થઈને સૌને જીવનદાન કરે છે.
(૧૨) મિત્ર નામની બારમી મૂર્તિ લોકોનું હિત કરવાને ચંદ્રભાગા નદીને કિનારે તપ કરી રહી છે.
( साम्बपु० अ० ४।९ थी २० सुधी)