________________
==
પૌરાણિક સૃષ્ટિ: (૪) દેવીભાગવત. ૧૮૯ જેવા તે વિમાનમાં બેઠા અને થોડાક આગળ ગયા કે તરતજ પુરૂષરૂપે પરિણુત થઈ ગયા. થોડા વખતમાં જ્યાંથી ચાલ્યા હતા તે મૂલ સ્થાને પહોંચી ગયા. ત્યાં જઈને બ્રહ્માએ મહત્તત્ત્વ, ત્રિગુણ અહંકાર આદિ ક્રમથી સૃષ્ટિરચના કરી. તેમાં કંઈ નવીનતા નથી. ફક્ત મેદિની–પૃથ્વી મધુ કૈટભ દૈત્યના મેદથી બનાવી. શેષ વર્ણન સ્વાયંભુવ મનુ અને શતરૂપા પર્યતનું પૂર્વવત છે.
(दे० भा० पु० स्कंध ३ अ० २ थी ८ सुधी)
સારાંશ-સ્પષ્ટીકરણું. આ સૃષ્ટિનું વર્ણન પ્રાયે આલંકારિક છે. પરમાત્મા અને તેની શક્તિ એ બન્નેનો વાસ્તવિક અભેદ દર્શાવ્યો છે. પાધિક ભેદ જણાવ્યો છે. સંપૂર્ણ શક્તિને પ્રકૃતિદેવીનું રૂપક આપેલ છે. સાંખ્યની પ્રકૃતિ અને વેદાંતની માયા–એ બંનેને પરમાત્માની શકિતમાં સમાવેશ કરી દીધો છે. પ્રકૃતિદેવીની શિક્ષા અને તેના પ્રસાદને પ્રાપ્ત કર્યા વિના બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવ અકિંચિતકર છે. પ્રકૃતિદેવીની પાસે એ ત્રણે બાળક સમાન છે. બ્રહ્મા પોતાને મોઢે કહે છે કે હું જ્યારે બાળક હઈને મારે અંગુઠો ચૂસી રહ્યો હતો ત્યારે એ પ્રકૃતિદેવી માતા મને ઝુલાવનહારી હતી. શરૂઆતમાં બ્રહ્મા, વિષ્ણુ, બંને મુંઝાય છે. જ્યાં બેસવું અને કેવી રીતે સૃષ્ટિ બનાવવીએની સુઝ પડતી નથી ત્યારે એક દેવી તેમને વિમાનમાં બેસાડી પ્રકતિદેવીને શરણે લઈ જાય છે. સનાતન બ્રહ્મા અને સનાતન વિષ્ણુના બ્રહ્મલોકમાં અને વૈકુંઠલોકમાં દર્શન કરીને નકલી બ્રહ્મા અને નકલી વિષ્ણુ આશ્ચર્ય પામે છે. પ્રકૃતિદેવીના નિવાસસ્થાન મણિદ્વીપને મહિમા તે સર્વ લોકથી શ્રેષ્ઠ બતાવ્યો છે. પ્રકૃતિના ત્રણ ગુણો–રજ સવ અને તેમની શક્તિઓની સરસ્વતી, લક્ષ્મી અને અંબા દેવીરૂપે કલ્પના કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તે અર્પણ કરવામાં આવી છે. બીજી રીતે કહીએ તે રજોગુણને બ્રહ્માનું, સત્ત્વગુણને વિષ્ણુનું