________________
૧૮૮
સૃષ્ટિવાદ અને ઇશ્વર
મહદાદિ રૂપથી તે સાત પ્રકારના થાય છે. હે બ્રહ્મન્ ! રજોગુણમયી આ સરસ્વતી દેવી તમને અર્પણ કરૂં છું તે તમારી સહચરી થશે. એને લઇ વિનાવિલએ તમે સત્યàાકમાં ચાલ્યા જાએ. મહત્તત્ત્વરૂપી બીજથી ચતુર્વિધ જીવાની સૃષ્ટિ કરે. લિંગ શરીર, જીવા અને કસમૂહ। જે સંમિલિત થઈ ગયા છે તેને પ્રથમતી માફ્ક પૃથક્ પૃથક્ કરા. ચરાચર સકલ જગત્ પૂર્વવત્ કાલ, કર્મ અને સ્વભાવ એ ત્રણ કારણાની સાથે શબ્દાદિ ગુણદ્રારા સંયુક્ત કરી. મતલબ એ છે કે જેને જે ગુણ તથા પ્રારબ્ધ કર્મોના ભાગના સમય પ્રાપ્ત થયા હાય તથા જેના જે સ્વાભાવિક ગુણ હોય, તે કાલમાં તે ગુણુ અને તે કર્માનુસાર તેને ફૂલ અર્પણ કરા. બ્રહ્માની સાથે એટલી વાતચિત કર્યાં પછી વિષ્ણુને કહ્યું કે હે વિષ્ણુા ! સત્ત્વગુણમયી મહાલક્ષ્મી દેવી હું તમને અણુ કરૂં છું, એને લઈ તમે વૈકુઠપુરી બનાવી તેમાં નિવાસ કરે. ત્યારપછી શંકરની સાથે વાતચિત ચાલી. હું શકર ! આ જગતમાં એવી કાઈ વસ્તુ નથી કે જેમાં ત્રણ ગુણ વિદ્યમાન ન હોય. કેવલ પરમાત્મા નિર્ગુણ છે પણ તે દૃષ્ટિગેાચર નથી. હું પરા પ્રકૃતિ છું. સમય પર સગુણ અને સમય પર નિર્ગુણ અન્યા કરૂં છું. હું નિરંતર કારણરૂપિણી બ્રુ; ક્યારે પણ કાર્યરૂપિણી થતી નથી. સકાલમાં સગુણા અને પ્રલયકાલમાં પરમાત્મામાં લીન થઈ જાઉં છું ત્યારે નિર્ગુ ંણું બનું છું. મહત્તત્ત્વ, અહંકાર અને શબ્દાદિ ગુણ સમુદાય રાતદિવસ જગતનેા વ્યાપાર કાર્ય કારણરૂપથી કર્યાં કરે છે. અપંચીકૃત તન્માત્રાથી પચીકૃત મહાભૂત ઉત્પન્ન થાય છે અને તેનાથી સમસ્ત પ્રપંચની ઉત્પત્તિ થાય છે. પ`ચતન્માત્રાના સાત્ત્વિક અંશથી પાંચ જ્ઞાનેન્દ્રિય, રજાશથી પાંચ કર્મેન્દ્રિય અને પાંચ ભૂતાના સંમિલિત સાત્ત્વિક અંશથી મનની ઉત્પત્તિ થાય છે. આદિપુરૂષ પરમાત્મા છે તે કાર્ય નથી તેમ કારણ પણ નથી. બસ, હવે તમે મારૂં કાર્ય સાધવાને પોતાને ઠેકાણે જાએ.