________________
પિરાણિક સુષ્ટિઃ (૪) દેવીભાગવત. ૧૮૭ સ્ત્રીરૂપે બની ગયેલ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ મ્હોટા ચક્કરમાં પડી ગયા. આ અદ્દભુત લીલા જોતાં જોતાં સો વરસ ત્યાં વીતી ગયાં. ત્યારપછી વિષ્ણુએ દેવીની સ્તુતિ કરી. તેની સ્તુતિ પુરી થયા પછી શંકરે સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઈને દેવીએ શંકરને નવાક્ષર મંત્ર આપ્યો. તેનો જાપ શંકરે ત્યાંજ શરૂ કરી દીધો. ત્યારપછી બ્રહ્માએ સ્તુતિ કરી, ત્યારે દેવીએ કહ્યું કે તે પરમ પુરૂષથી ભારે અભેદભાવ છે. મારામાં ને તેનામાં કોઈ પ્રકારનો ભેદ છે નહિ. જે હું છું તેજ પુરૂષ છે અને પુરૂષ છે તેજ હું છું. કેવલ બુદ્ધિભ્રમથી લોકો અમારામાં ભેદ જુએ છે; ઈત્યાદિ ભેદભેદનું વર્ણન કરતાં તથા સૃષ્ટિની શિક્ષા દેતાં પ્રકૃતિદેવી આત્મપ્રશંસા કરે છેઃ હે વિધે ! સંસારમાં એવી કોઈ ચીજ નથી કે જે મારાથી સંયુક્ત ન હોય. હુંજ સર્વરૂપા છું. પ્રત્યેક ઉત્પન્ન કાર્યમાં–પ્રત્યેક પદાર્થમાં શક્તિરૂપે હું અવસ્થાન કરી રહું છું. અગ્નિમાં ઉણુતા, જલમાં શીતલતા, સૂર્યમાં
તિ, ચંદ્રમાં પ્રકાશ, એ બધાં મારા પ્રભાવને પ્રગટ કરનાર કેંદ્રો છે. જે પદાર્થને હું છોડી દઉં તે હાલવા ચાલવાને સમર્થ નહિ રહે. શંકર મારા પ્રભાવથીજ દૈત્યોનો સંહાર કરે છે. હું ઈચ્છા કરું તે આજ ને આજ સમસ્ત જલને શાષવી શકું છું; સમસ્ત પવનને રેકી શકું છું; ટુંકામાં હું જે ચાહું તે કરી શકું છું. કદાચ તમે એમ કહો કે આપ સર્વરૂપા અને નિત્ય છે તે જગત પણ નિત્ય કર્યું, તેને તમે ઉત્પન્ન શી રીતે કર્યું? એવી આશંકા કરવી ઠીક નથી કારણ કે અસત પદાર્થની ઉત્પત્તિ ત્રણ કાલમાં થઈ શકે તેમ નથી. વંધ્યાપુત્ર, આકાશપુષ્પની ઉત્પત્તિ કોઈએ જોઈ છે? કદી નહિ. સનીજ ઉત્પત્તિ થાય છે. ઉત્પત્તિ અને પ્રલયનો અર્થ આવિર્ભાવતિભાવ માત્ર છે. જગત સત અને નિત્ય છે પણ કોઈ વખતે તેનો આવિર્ભાવ થાય છે અને કેઈ વખતે તિભાવ થાય છે. મારામાં જ તેને તિભાવ થાય છે અને સૃષ્ટિકાલે મારામાંથી જ તેને આવિર્ભાવ થાય છે. સર્વ પદાર્થોમાં પ્રથમ અહંકાર ઉત્પન્ન થાય છે. ત્યારપછી