________________
-
-
--
જગા
છે.
૧૮૪ સુષ્ટિવાદ અને ઈશ્વર ઉપર કે નીચે ક્યાંય પત્તો લાગ્યો નહિ. બન્ને પાછા ફરી એક ઠેકાણે ભેગા થયા અને શિવની સ્તુતિ કરી ત્યારે કારનો શબ્દ સ્પષ્ટ સંભળાય. સ્તુતિથી પ્રસન્ન થઈ મહાદેવે કહ્યું કે હે બ્રહ્મન ! તમે સૃષ્ટિ બનાવો. વિષ્ણુને કહ્યું કે તમે એની સહાયતા કરે. એટલામાં અગ્નિસ્તંભ અદશ્ય થઈ ગયો. વિષ્ણુ સ્વસ્થાને ગયા અને બ્રહ્માજીએ સૃષ્ટિ રચવા પૂર્વગ્રુષ્ટ જલમાં હાથ નાખ્યો કે તે જલ અંડરૂપે પરિણત થઈ ગયું. તે ઈંડું વિરાપ થઈ ગયું. પછી બ્રહ્માએ તપ કર્યું. તપથી પ્રસન્ન થઈ વિષ્ણુએ કહ્યું કે વરદાન માગો. બ્રહ્માએ કહ્યું કે અંડજન્ય વિરાટુ જડ છે તેને ચૈતન્યયુક્ત કરે. ત્યારે વિષ્ણુએ હજાર મસ્તક, હજાર ભુજ, હજાર નેત્ર, હજારો ચરણથી ચારે તરફ ભૂમિને
સ્પર્શી તે ઈંડાને વ્યાપ્ત કરી લીધું. તેમાં ચૈતન્ય આવી ગયું. માતાલથી માંડી સત્યલોક પર્યત તેની અવધિ થઈ. પછી બ્રહ્માએ પ્રથમ સનકાદિક પુત્ર પેદા કર્યો. ત્યારપછી ઋષિઓ પેદા કર્યા. પણ બને વિરક્ત થઈ આગળની સૃષ્ટિ બનાવવાનો ઈન્કાર કરવા લાગ્યા. તેના દુઃખથી બ્રહ્માજી રોઈ પડ્યા. રૂદન કરતા બ્રહ્માના શરીરમાંથી ૧૧ રૂદ્ર પેદા થયા. બ્રહ્માને દિલાસો દઈ તેઓ કૈલાસમાં ચાલ્યા ગયા. ત્યારપછી બ્રહ્માએ ભૃગુ આદિ સાત ઋષિઓ બનાવ્યા. ત્યારપછી ઉર્દેશથી નારદ, છાયાથી કદમ, અંગુષ્ઠથી દક્ષ, એમ દશ પુત્રો ઉત્પન્ન કર્યો. ત્યારપછી એનાં સંતાને અને સંતાનનાં સંતાનોથી પૃથ્વી ભરાઈ ગઈ ( શિવ પુ. જ્ઞાનસંહિતા૦ ૨ થી ૬ સુધt)
સૃષ્ટિકમ. ૧ બ્રહ્મા-નારાયણ.
૫ સજ્વાદિ ત્રણ ગુણ. ૨ પ્રકૃતિ–નારાયણી.
૬ અહંકાર. ૩ પસીને-જલધારા.
૭ પાંચ તન્માત્રા. ૪ મહત્તવ.
૮ આકાશાદિ મહાભૂત.