________________
-
પિરાણિક સુષ્ટિ : (૩) શિવપુરાણ.
૧૮૩
તોને પ્રાદુર્ભાવ થયો. પ્રકૃતિથી મહત્તત્ત્વ, તેમાંથી સત્ત્વાદિ ત્રણ ગુણ, તેમાંથી અહંકાર, તેમાંથી પાંચ તન્માત્રા, તન્માત્રાઓમાંથી પાંચ મહાભૂત ઉત્પન્ન થયા. તેમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન પેદા થયાં. એ બધાને ગ્રહણ કરીને જલમાં શયન કરતા વિષ્ણુની નાભિમાંથી કમલ નીકળ્યું. કર્ણિકાયુક્ત તે કમલમાં
અનન્ત પાંદડાં હતાં, અનન્ત યોજન લાંબાં, પહોળાં અને ઉંચાં હતાં. તે કમલમાંથી હિરણ્યગર્ભ નામધારી બ્રહ્મા પેદા થયા. તેને કમલ શિવાય બીજું કંઈ પણ ન દેખાયું. પ્રાકૃત પુરૂષની માફક તેને વિચાર થયો કે મારે ઉત્પાદક કણ અને મારે શું કામ કરવાનું છે? ઉહાપોહ કરતાં જણાયું કે કમલના મૂલમાં મારા ઉત્પાદક હશે. એમ વિચારી કમલની નાલ પકડી બ્રહ્માજી નીચે ઉતર્યા. સો વરસ સુધી નીચે ચાલ્યા ગયા, પણ મૂલને પત્ત. ન લાગ્યો. પછી પાછા ફર્યા પણ અગ્રભાગ પણ ન મલ્યો. ત્યારે આશ્ચર્યમગ્ન થઈ બ્રહ્માજી ગોથાં ખાવા લાગ્યા. એટલામાં આકાશવાણું થઈ કે હે બ્રહ્મન ! તપ કરે. બાર વરસ સુધી કઠિન તપ કર્યું ત્યારે વિષ્ણુ પ્રગટ થયા. વૈષ્ણવી માયા જોઈને બ્રહ્માને ક્રોધ થયો. ગુસ્સાથી બ્રહ્માજી બોલ્યા કે તું કોણ છે? વિષ્ણુએ કહ્યું કે હું તારે પિતા છું. બ્રહ્માજી ઘુરકીને બોલ્યા કે હું તું મારો પિતા? અરે તારો પણ કઈ પિતા હશે કે નહિ ? આવી રીતે વચનવિવાદે ભયંકર યુદ્ધનું રૂપ ધારણ કર્યું. બંનેના કલહને શાંત કરવા બન્નેની વચ્ચે પ્રલયકાલના અગ્નિ સમાન જ્યોતિરૂપ એક લિંગ પ્રગટ થયું. તેની ન હતી કયાંએ આદિ અને ન હતો ક્યાંએ અંત. ન આપી શકાય તેને કેઈની ઉપમા. ખરેખર તે અનિર્વચનીય હતું. તે અગ્નિસ્તંભને જોઈ બ્રહ્મા વિષ્ણુ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. બન્નેએ સમાધાનપૂર્વક સલાહ કરી કે આ સ્તંભને છેડે આપણે લઈ આવીએ. પછી બ્રહ્માજી હંસરૂપ બનાવી તેના ઉપર બેસી ઉપર અગ્રભાગ તરફ ચાલ્યા અને વિષ્ણુજી વરાહરૂપ ધારણ કરી નીચેની તરફ ચાલ્યા. ભમતાં ભમતાં બન્ને થાકી ગયા પણ સ્તંભને