________________
પિરાણિક સુષ્ટિ (૨) માર્કંડેય પુરાણ
૧૭૫
વરસાદ. કલ્પવૃક્ષથી ફલપ્રાપ્તિનો સમય પસાર થયા પછી પણ એટલી સિદ્ધિ રહી કે તેમની ઈચ્છા મુજબ વરસાદ વરસવા લાગે. વરસાદનું પાનું નિમ્નપ્રદેશમાં થઈને નદી નાળારૂપે પરિણત થયું.
ततो भूमेश्च संयोगा-दोषध्यस्तास्तदाऽभवन् । अफालकृष्टाश्चानुप्ता, ग्राम्यारण्याश्चतुर्दश ॥
(માંs To 10 ક૬ I ૯૬)
ઓષધિઓ. અર્થ–ભૂમિ અને જલના સંયોગથી માટીને દોષ દૂર થવાથી - હલ જોડ્યા વિના અને બેયા વિના ગ્રામ્ય અને આરણ્ય-જંગલી ચૌદ પ્રકારનાં વૃક્ષ, ગુલ્મ અને એષધિઓ ઉત્પન્ન થઈ. બધી ઋતુએમાં તેઓ પુષ્પ અને ફલ ઉત્પન્ન કરવા લાગ્યાં. કાલક્રમે રાગ અને લોભ વધવાથી એક બીજાની વસ્તુઓ તેઓ ચારવા લાગ્યા એટલે એષધિઓને પૃથ્વીએ ગ્રાસ કરી લીધો, અર્થાત–એષધિઓ ઉત્પન્ન થતી બંધ થઈ ગઈ.
ખાદ્ય વસ્તુનો અભાવ થતાં ભૂખે મરતાં યુગલો વ્યાકુલ થઈ બ્રહ્માજીને શરણે ગયાં. બ્રહ્માજીએ સુમેરૂ પર્વતને વાછરડો બનાવી પૃથ્વીને દેહી, ત્યારે સમસ્ત ધાનાં બીજ ઉત્પન્ન થયાં, તેમજ ગામ અને વનનાં વૃક્ષો ઉત્પન્ન થયાં. પાક્યા પછી સુકવાવાળી એષધિઓ પણ ઉત્પન્ન થઈ. ત્યારપછી બ્રહ્માજીએ કર્મથી સિદ્ધ થવાવાળી હસ્તસિદ્ધિ કરી ત્યારથી કૃષ્ટ પચ્ચ (જેતવાથી અને બોવાથી ઉત્પન્ન થવાવાળી) એષધિઓ પેદા થઈ. આ સમયમાં વર્ણવ્યવસ્થા અને આશ્રમધર્મ તથા કર્મવ્યવસ્થા બ્રહ્માજીએ કરી. ત્યારપછી બ્રાહ્મણ આદિ વર્ણોનાં સ્થાન યોજ્યાં.
प्राजापत्यं ब्राह्मणानां, स्मृतं स्थानं क्रियावताम् । स्थानमैन्द्रं क्षत्रियाणां, संग्रामेष्वपलायिनाम् ॥