________________
સુષ્ટિવાદ અને ઇશ્વર
वैश्यानां मारुतं स्थानं, स्वधर्ममनुवर्तताम् । गान्धर्व शूद्रजातीनां परिचर्यानुवर्तिनाम् ॥ अष्टाशीतिसहस्राणा- मृषीणामूर्ध्वरेतसाम् । स्मृतं तेषां तु यत्स्थानं तदेव गुरुवासिनाम् ॥ सप्तर्षीणां तु यत्स्थानं स्मृतं तद्वै वनौकसाम् । प्राजापत्यं गृहस्थानां न्यासिनां ब्रह्मणः क्षयम् ॥ योगिनाममृतस्थान-मिति वै स्थानकल्पना ||
( માઁ પુ॰ અ૦ ૭૬ । ૭૭૦–૭૮–૯–૮૦ ) અ—ક્રિયાપરાયણ બ્રાહ્મણોનું પ્રાજાપત્ય સ્થાન છે. સંગ્રામમાં પાછા ન હઠનારા ક્ષત્રિયોનું ઐન્દ્ર સ્થાન છે. સ્વધર્મ પરાયણ વૈશ્યાનું મારૂત સ્થાન છે. સેવા કરનાર શૂદ્રોનું ગાન્ધવ સ્થાન છે. ઉ રેતવાળા અવાસી હજાર ઋષિઓનું જે સ્થાન છે તેજ સ્થાન ગુરૂકુલવાસી બ્રાહ્મણાનું છે. સપ્ત ઋષિઓનું જે સ્થાન છે, તેજ સ્થાન વનવાસી–વાનપ્રસ્થાનું છે. ગૃહસ્થીઓનું પ્રાજાપત્ય સ્થાન અને સંન્યાસીઓનું અક્ષયબ્રાહ્મપદ સ્થાન છે. યાગીઓનું અમૃત સ્થાન છે. માનસી સૃષ્ટિ.
૧૭૬
"
બ્રહ્માએ સૃષ્ટિના વિસ્તાર વધારવા માટે પાતા જેવા સમ માનસ પુત્ર ઉત્પન્ન કર્યાં, તે આ પ્રમાણે : ભૃગુ, પુલસ્ત્ય, પુલહ, ઋતુ, અંગિરસ, મરીચિ, દક્ષ, અત્રિ, વશિષ્ઠ. એ નવ ઉપરાંત ક્રોધાત્મક રૂદ્ર નામે દશમા પુત્ર પેદા કર્યાં. સંકલ્પ અને ધર્મ નામના એ પુત્રા પૂના પણ પૂર્વજ રૂપે ઉત્પન્ન થયા. એ બધા પુત્રા ભવિષ્યને જાણનાર, રાગદ્વેષરહિત–વીતરાગ, સંસારમાં અનાસકત અને સમાધિ ભાવમાં રહેનારા થયા એટલે ષ્ટિના કામમાં ઉપયેગી ન થયા, તેથી બ્રહ્માજીને ક્રોધ થતાં સૂર્ય સમાન તેજસ્વી એક પુત્ર ઉત્પન્ન કર્યો. તેનું અર્ધ શરીર પુરૂષાકૃતિ અને અર્ધ શરીર સ્ત્રીની આકૃતિનું હતું. પુરૂષ અને સ્ત્રીના યુગલરૂપ એક જોડલું પેદા કરી બ્રહ્માજી અંતર્ધાન