________________
१७०
સૃષ્ટિવાદ અને ઈશ્વર
કપિલ વર્ણથી ઉગ્ર બનેલ માંસાહારી ભૂત કહેવાય છે. વાક્ય ગ્રહણ કરતાં કરતાં ઉત્પન્ન થયા તે ગન્ધર્વ કહેવાયા.
પશુ આદિ સૃષ્ટિ. ત્યારપછી બ્રહ્માએ પક્ષીઓ અને પશુઓ સજ્ય, તે એવી રીતે કે મુખમાંથી અજ-બકરા, છાતીમાંથી ઘેટા, ઉદર અને બે પડખેથી ગાયો, પગમાંથી ઘોડા, હાથી, ગર્દભ, સસલા, મૃગ, ઉંટ, ખચ્ચર તથા રોમમાંથી ફલમૂલશાળી ઓષધિઓ ઉત્પન્ન કરી.
બ્રહ્માએ ત્રેતા યુગના આરંભમાં યજ્ઞસૃષ્ટિને ઉદ્યોગ કરતાં ગ્રામ્ય પશુઓ અને શ્વાપદ, દિખુર, હસ્તિ, વાનર, પક્ષી, જલચર. પશુ અને સરીસૃપ (સર્પ આદિ) આરણ્ય પશુઓ ઉત્પન્ન કર્યા. વિધાતાએ પ્રથમ મુખથી યજ્ઞની ગાયત્રી, ત્રિ-ફ-ત્રિવૃત, સામ, રથન્તર અને અગ્નિષ્ટોમ ઉત્પન્ન કર્યા. દક્ષિણ મુખથી યજુ, 2ષ્ટ્રમ્ છંદ, પંચદશ સેમ, બૃહત્સામ અને ઉકળ ઉત્પન્ન કર્યા. પશ્ચિમ મુખથી સામ, જગતી છંદ, પંચદશ સ્તોમ, વૈરૂપ તથા અતિરાત્રને ઉત્પન્ન કર્યા. ઉત્તર મુખથી એકવીસ અથર્વ, આસોયમ, અનુષ્ટ્રપ અને વૈરાજને ઉત્પન્ન કર્યા. બ્રહ્માએ કલ્પની આદિમાં, વિજળી, વન, મેઘ, રહિત, ઈન્દ્રધનુષ અને પક્ષીઓની સૃષ્ટિ કરી.
येषां ये यानि कर्माणि, प्राक्सृष्टेः प्रतिपेदिरे। तान्येव प्रतिपद्यन्ते, सृज्यमानाः पुनः पुनः ॥
(મા પુરાવા રૂ૨) અર્થ—જે પ્રાણીઓનાં જે જે કર્મો પહેલાંની સૃષ્ટિમાં કરેલાં હતાં, તે પ્રાણીઓને પોતપોતાના પૂર્વ કર્મની સાથે વ્યવાથત કર્યો.
हिंस्राहिंस्र मृदुक्रूरे, धर्माधर्मावृतानृते । तद्भाविताः प्रपद्यन्ते, तस्मात्तत्तस्य रोचते ॥ इन्द्रियार्थेषु भूतेषु, शरीरेषु च स प्रभुः । नानात्वं विनियोगं च, धातैव ययधात्स्वयम् ।।