________________
પૈારાણિક સૃષ્ટિ : (૨) માર્કંડેય પુરાણુ
૧૬૯
સાથળમાંથી અસુરાની ઉત્પત્તિ થઇ. તે તમેગુણવાળા શરીરને ત્યાગ કર્યાં ત્યારે તેમાંથી રાત્રિ ઉત્પન્ન થઈ. સત્ત્વગુણવાળા શરીરને ધારણ કરી સૃષ્ટિની ચ્છિા કરતાં પ્રજાપતિના મુખમાંથી દેવતા ઉત્પન્ન થયા. ઉક્ત શરીરને ત્યાગ કર્યાં ત્યારે સત્ત્વગુણમય દિવસ ઉત્પન્ન થયેા. ત્યારપછી સત્ત્વગુણ માત્રાત્મક શરીર ધારણ કરતાં પ્રજાપતિના દેહમાંથી પિતર ઉત્પન્ન થયા. તે શરીરને ત્યાગ કરતાં સવાર અને સાંઝની સંધ્યા ઉત્પન્ન થઈ. રજોગુણ માત્રાવાળુ શરીર ધારણ કરતાં સૃષ્ટિની ઈચ્છાવાળા પ્રજાપતિના શરીરમાંથી મનુષ્ય ઉત્પન્ન થયા અને તજેલા તે શરીરમાંથી રાત્રિને અંતે દિવસના મુખમાં જે જ્યાહ્ના દેખાય છે તે ઉત્પન્ન થઇ.
ज्योत्स्ना सन्ध्या तथैवाहः, सत्त्वमात्रात्मकं त्रयम् । तमोमात्रात्मिका रात्रिः, सा वै तस्मात्तमोधिका ॥ तस्माद्देवा दिवा रात्रा - वसुरास्तु बलान्विताः । ज्योत्स्नागमे च मनुजाः, सन्ध्यायां पितरस्तथा ॥ भवन्ति बलिनो ऽधृष्याः (મ॰ પુ૦ ૪૦ ૪૯ । o-૬૯)
...
અર્થ—જ્યેાસ્ના, સન્ધ્યા અને દિવસ—એ ત્રણ સત્ત્વ માત્રા રૂપ છે. રાત્રિ તમેગુણમયી છે. એટલા માટે દિવસમાં દેવતા, રાત્રે અસુર, જ્ગ્યાહ્નામાં મનુષ્ય અને સંધ્યાકાળે પિતા બલવાન છે. રાક્ષસાદિ ધ્રુવયેાનિસૃષ્ટિ.
...
રાત્રે ભૂખતૃષાયુક્ત પ્રજાપતિએ રજ અને તમેામય શરીર ધારણ કરતાં ભૂખ અને તરસથી કૃશ, વિરૂપ, દાઢીમૂછવાળા પ્રાણીએ પેદા કર્યાં. તે જ્યારે શરીરનું ભક્ષણ કરવા લાગ્યા ત્યારે “રક્ષા કરા” એમ જેમણે કહ્યું તે રાક્ષસ થયા અને “ખાશું” એમ જેમણે કહ્યું તે યક્ષ થયા. આ જોઇને વિધાતાને અપ્રસન્નતા થતાં મસ્તકમાંથી કેશ ખરવા લાગ્યા તે સ` થયા. હીન જાતિવાળા હેાવાથી અહિ કહેવાયા.