________________
૧૬૮
સૃષ્ટિવાદ અને ઈશ્વર
તિર્યકુ સ્રોત આદિ સર્ગ. મુખ્ય સર્ગને જોઈને બ્રહ્માજીને સંતોષ થયે નહિ, તેથી બીજા સાધક સર્ગની ઈચ્છા કરતાં તિર્યફ સ્ત્રોત સર્ગની પ્રવૃત્તિ થઈ. અજ્ઞાનમાં જ્ઞાન માનનારા, અહંકારી, ઉત્પથગામી, અજ્ઞ, તમોગુણપ્રધાન અઠાવીશ પ્રકારનાં પશુ પક્ષી આદિ ઉત્પન્ન થયાં. આ સર્ગથી પણ બ્રહ્માજી ખુશ ન થયા ત્યારે ત્રીજે ઉર્ધ્વસ્ત્રોત સર્ગ પ્રવૃત્ત થયો. બહાર અને અંદર આવરણરહિત, સત્ત્વગુણવિશિષ્ટ, સુખ અને પ્રેમપ્રધાન, એવા દેવોને ઉત્પન્ન કર્યા. એ દેવસર્ગથી બ્રહ્માજી ખુશ તે થયા પણ એથીએ વધારે સાધક સર્ગને ઉત્પન્ન કરવાની ચિંતા કરતાં અર્વાફ સ્રોત નામે મનુષ્ય સર્ગ પ્રવૃત્ત થયો. એમાં પ્રકાશ અધિક, તમ થોડું અને રજોગુણ અધિક છે એટલા માટે એમાં દુઃખ અધિક અને વારંવાર કાર્ય કરતાં રહે છે. અંદર અને બહાર પ્રકાશયુક્ત આ સાધક મનુષ્ય સર્ગ છે.
पञ्चमोऽनुग्रहः सर्गः, स चतुर्धा व्यवस्थितः। विपर्ययेण सिद्धया च, शान्त्या तुष्टया तथैव च ॥ निवृत्तं वर्तमानं च, तेऽर्थ जानन्ति वै पुनः। भूतादिकानां भूतानां, षष्ठः सर्गः स उच्यते ॥
(માજુસ કરી ર૮-ર૬) અર્થ–પાંચમો અનુગ્રહસર્ગ વિપર્યય, સિદ્ધિ, શાંતિ અને તુષ્ટિના ભેદથી ચાર પ્રકારનો છે. ભૂતાદિક પ્રાણીઓના ભૂતકાલ અને વર્તમાનકાલના અર્થને તે જાણે છે. જેઓ પરિગ્રહધારી, વિભાગ કરવામાં તત્પર, પ્રેરણામાં નિપુણ અને કુત્સિત સ્વભાવવાળા હોય છે તે ભૂતાદિક કહેવાય છે. તેમાં સત્ત્વગુણ અને તમોગુણ બન્નેનું અસ્તિત્વ રહે છે.
દેવાદિ વિશેષ સષ્ટિ. સુષ્ટિ કરવાને ઈચ્છતા પ્રજાપતિમાં તમોગુણને ઉકેક થતાં