________________
પિરાણિક સુષ્ટિઃ (૨) માર્કંડેય પુરાણ ૧૬૭ અર્થ-નિત્ય, નૈમિત્તિક અને પ્રાકૃત–એમ ત્રણ પ્રકારે પણ સર્ગ કહ્યો છે. દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી દિવસ, એમાં દિવસ તે સર્ગ અને રાત્રિ તે પ્રલય. એ દરરોજ થાય છે માટે નિત્ય સર્ગ. બ્રહ્માને એક દિવસ તે સૃષ્ટિકાલ અને બ્રહ્માની એક રાત્રિ તે પ્રલયકાલ. એ નૈમિત્તિક સર્ગ. બ્રહ્મનાં સો વર્ષ પુરા થતાં જે પ્રલય થાય છે તે પ્રાકૃત પ્રલય અને તેના પછી જે સર્ગ થાય તે પ્રાકૃત સર્ગ. આ સર્ગથી મહાકલ્પનું પણ પરિવર્તન થાય છે. પાઘ કલ્પ પૂર્ણ થઈ વારાહ કલ્પ, યા વારાહ કલ્પ પૂર્ણ થઈ બ્રાહ્મ કલ્પનો પ્રારંભ થાય છે. વર્તમાન વારાહ કલ્પ પ્રવર્તે છે એટલે ઉપર બતાવેલ પ્રાકૃત સર્ગ, તે વારાહ કલ્પને પ્રાકૃત સર્ગ જાણવો.
સ્થાવરરૂપ મુખ્ય સ. સત્ત્વગુણુ ઉક્તિ બ્રહ્માજી પા કલ્પને અંતે નિદ્રામાંથી જાગૃત થયા ને જોયું તો આ લેક તદ્દન શૂન્ય છે. એ બ્રહ્માજી એકલા પાણુમાં સુતા હતા માટે નારાયણ પણ કહેવાય છે. તેમણે પાણીની અંદર પૃથ્વી જોઈ તેને ઉપર લાવવા વારાહનું શરીર બનાવી, નીચે જઈ પૃથ્વીને ઉપર લઈ આવ્યા. પાણું ઉપર નાવની માફક પૃથ્વી આમ તેમ ડોલવા લાગી ત્યારે તેને સમી કરીને તેના ઉપર પર્વતની રચના કરી. પૂર્વ સર્ગમાં સંવર્તક અગ્નિથી બળી ગયેલ પર્વતે પૃથ્વીમાં ચારે તરફ વિખરાઈ ગયા હતા અને સમુદ્રમાં ડુબી ગયા હતા. ત્યાંનું પાણી પણ વાયુથી એકત્રિત થઈ ગયું હતું. જ્યાં જ્યાં તે પર્વતે સંલગ્ન થયા હતા ત્યાં ત્યાં તે અચલ કરી દેવામાં આવ્યા. ભૂમિભાગ સાત દ્વીપમાં વહેંચવામાં આવ્યો. ઉર્વીલોકમાં ભૂર્ભુવાદિ ચાર લોક પૂર્વની માફક બનાવ્યા. ત્યારપછી તમ, મેહ, મહામેહ, તામિસ્ત્ર અને અંધતામિત્ર એ પાંચ અવિદ્યા તે મહાત્મામાંથી પ્રગટ થઈ તેથી અપ્રતિબધયુક્ત સૃષ્ટિ પાંચ પ્રકારથી અવસ્થિત થઈ બહાર અને અંદર અપ્રકાશરૂપ પર્વત આદિની મુખ્ય સંજ્ઞા છે માટે આ સર્ગનું નામ મુખ્ય સર્ગ છે.