________________
સુષ્ટિવાદ અને ઈશ્વર અર્થ–પ્રથમ મહત્સર્ગ, જેમાં મહત્તત્ત્વની ઉત્પત્તિ થાય છે. બીજો ભૂતસર્ગ, જેમાં પાંચ તન્માત્રા અને પાંચ ભૂતની ઉત્પત્તિ થાય છે. ત્રીજે વૈકારિક સર્ગ, જેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એ એકાદશ ગણુની ઉત્પત્તિ થાય છે. આ ત્રણ સર્ગ મળીને પ્રાકૃત સર્ગ કહેવાય છે. તેનું વર્ણન ઉપર કરવામાં આવી ગયું છે.
मुख्यसर्गश्चतुर्थस्तु, मुख्या वै स्थावराः स्मृताः। तिर्यस्रोतास्तु यः प्रोक्त-स्तैर्यग्योनस्ततः स्मृतः॥ तथोलस्रोतसां षष्ठो, देवसर्गस्तु स स्मृतः । ततोऽकिस्रोतसां सर्गः, सप्तमः स तु मानुषः॥ अष्टमोऽनुग्रहः सर्गः, सात्विकस्तामसश्च यः। पञ्चैते वैकृताः सर्गाः प्राकृताश्च त्रयः स्मृताः॥ प्राकृतो वैकृतश्चैव, कौमारो नवमस्तथा । ब्रह्मतो नव सर्गास्तु, जगतो मूलहेतवः॥
(मा० पु० अ० ४४ । ३३ थी ३६) અર્થચોથો મુખ્ય સર્ગ, જેમાં સ્થાવરની ઉત્પત્તિ થાય છે. પાંચમો તિર્થક સ્ત્રોત સર્ગ, જેમાં પશુ પક્ષી આદિ તિર્થની ઉત્પત્તિ થાય છે. છઠ ઉર્ધ્વ સ્ત્રોત સર્ગ, જેમાં દેવોની ઉત્પત્તિ થાય છે. સાતમો અર્વાફ સ્રોત સર્ગ, જેમાં મનુષ્ય ગણની ઉત્પત્તિ થાય છે. આઠમે અનુગ્રહ સર્ગ, જેમાં જેના અનુગ્રહથી બીજાનું શ્રેય થાય એવા મહર્ષિઓની ઉત્પત્તિ થાય છે. ચોથાથી આઠમા સુધીને પાંચ સર્ગ વૈકૃત કહેવાય છે. નવમે કૌમાર સર્ગ, જેમાં પ્રાકૃત વૈકૃત બન્નેનું મિશ્રણ હોય છે.
પ્રકારાન્તરે ત્રણ સર્ગ. नित्यो नैमित्तिकः सर्ग-स्त्रिधापि कथितो जनैः । प्राकृतो दैनंदिनीया-दान्तरप्रलयादनु । जायन्ते यत्रानुदिनं नित्यसर्गो हि स स्मृतः ॥