________________
પૈારાણિક સૃષ્ટિ : (ર) માર્કંડેય પુરાણુ ૧૬૫
અંડસૃષ્ટિ.
પૂર્વોક્ત મહત્ આદિ પદાર્થો એક બીજા સાથે મળી બ્રહ્માધિષ્ઠિત થઈ પ્રકૃતિના અનુગ્રહથી પાણીના પરપોટાની માફક પાણીમાં એક ઈંડુ ઉત્પન્ન કરે છે. બ્રહ્મા નામના ક્ષેત્રજ્ઞ તે અંડમાં પ્રવેશ કરી ભૂતાના યાગથી અંડની વૃદ્ધિ કરે છે.
स वै शरीरी प्रथमः, स वै पुरुष उच्यते । आदिकर्ता च भूतानां ब्रह्माग्रे समवर्तत ॥
(મા॰ પુ૦ ૦ ૪ર । ૬૪) અર્થ—તે પ્રથમ શરીરધારી યા. તે આદિ પુરૂષ કહેવાય છે. ભૂતાના આદિ કર્તા પણ તેજ કે જે બ્રહ્માના નામથી સૌથી પ્રથમ વર્તમાન હતા.
તેનાથી (બ્રહ્માથી) સચરાચર ત્રણ લેાક વ્યાપ્ત છે. મેરૂ પર્વતનું મૂલ પણ તેજ છે. તે ઈંડાની જરમાંથી સધળા પર્વતા બન્યા. તે ઈંડાના ગર્ભજલથી સઘળા સમુદ્રો થયા. સુર, અસુર, મનુષ્ય આદિ સમસ્ત જગત તે ઈંડામાં રહેલ છે. દ્વીપ, સાગર, પર્વત અને જ્યેાતિષચક્ર સહિત સમસ્ત લેાક તેમાં (ઇંડામાં) અવસ્થિત છે. પ્રકૃતિ, મહ– ત્તત્ત્વ, અહંકાર આદિ સાત આવરણાથી ઈંડું વિંટાયેલું છે. અવ્યક્ત પ્રકૃતિ ક્ષેત્ર છે અને બ્રહ્માજી ક્ષેત્રજ્ઞ છે.
સર્ગના નવ પ્રકાર.
અગ્નિપુરાણના વીશમા અધ્યાયમાં અને માર્કંડેય પુરાણના ૪૪ મા અધ્યાયમાં સર્ગના નવ પ્રકાર બતાવ્યા છે. તેનું સક્ષેપથી નિદર્શન કરાવવું અનેે અપ્રાસંગિક નહિ ગણાય.
प्रथमो महतः सर्गो, विज्ञेयो ब्रह्मणस्तु यः । तन्मात्राणां द्वितीयस्तु, भूतसर्गों हि स स्मृतः ॥ वैकारिकस्तृतीयस्तु, सर्ग ऐन्द्रियकः स्मृतः । इत्येष प्राकृतः सर्गः, सम्भूतो बुद्धिपूर्वकः ॥ (મા॰ પુ૦ ૪૦ ૪૪ । રૂ?–રૂર)