________________
૧૬૪
સૃષ્ટિવાદ અને ઇશ્વર
પૈારાણિક સૃષ્ટિ : (૨) માર્કંડેય પુરાણ.
બ્રહ્મા-સૃષ્ટિ.
પ્રલયકાલમાં જગત્ પ્રકૃતિમાં સમાઈ જાય છે અને પ્રકૃતિ બ્રહ્મામાં સમાઈ જાય છે. કૈવલ હિરણ્યગર્ભ-બ્રહ્મા બ્રહ્મા રહે છે. સૃષ્ટિના પ્રારંભમાં ક્ષેત્રન–બ્રહ્માના અધિષ્ઠાનપણાથી અને રજો આદિ ગુણની હલચલથી પ્રકૃતિના આવિર્ભાવ થાય છે. જેવી રીતે ખીજ ત્વચાથી ઢંકાયેલ રહે છે, તેવીજ રીતે પ્રકૃતિ મહત્તત્ત્વને આવરી લે છે. મહત્તત્ત્વ ત્રણ પ્રકારનું છેઃ સાત્ત્વિક, રાજસ અને તામસ. તેમાંથી ત્રણ પ્રકારને અહંકાર ઉત્પન્ન થાય છેઃ વૈકારિક, તૈજસ, અને તામસ. તામસ અહંકારજ ભૂતાદિકના નામથી પ્રસિદ્ધ છે અને તે મહત્તત્ત્વથી આવૃત છે. તેના પ્રભાવથી મહત્તત્ત્વ વિકારી અની શબ્દ તન્માત્રાને ઉત્પન્ન કરે છે. શબ્દ તન્માત્રાથી આકાશ ઉત્પન્ન થાય છે. તામસ અહંકાર શબ્દ તન્માત્રા આકાશને ઘેરી લે છે. એવી રીતે સ્પર્શ તન્માત્રથી સ્પગુણુયુત વાયુ ઉત્પન્ન થાય છે અને શબ્દ તન્માત્ર આકાશથી આવૃત થાય છે. એવી રીતે યથાપૂ એકએકથી આવૃત થતાં વાયુથી અગ્નિ, અગ્નિથી જલ અને જલથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. ઉપર પ્રમાણે ભૂત-તન્માત્રસગ તામસ અહંકારથી બને છે.
વૈકારિક સગ
સત્ત્વાકિત સાત્ત્વિક અને વૈકારિક અહકારથી એકી સાથે વૈકારિક સર્ગ પ્રવૃત્ત થાય છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન એ તેજસ ઇંદ્રિય કહેવાય છે અને એના અધિષ્ઠાતા દેવતા વૈકારિક કહેવાય છે. એની સૃષ્ટિ સાત્ત્વિક અને રાજસ અહુંકારથી થાય છે.