________________
પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૬૩
નિવાસ કરે છે. બ્રહ્માના ત્રીસ અહોરાત્રે એક માસ અને ૩૬૦
અહોરાત્રે એક વર્ષ થાય છે, અને બ્રહ્માનાં પચાસ વર્ષે એક દૈનંદિનપ્રલય થાય છે. વેદમાં આને મોહરાત્રિ કહેલ છે. આ પ્રલયમાં સૂર્ય, ચંદ્ર, દિગીશ, આદિત્ય, વસુ, રૂક, ઋષિ, મુનિ, ગન્ધર્વ આદિ બધા નષ્ટ થઈ જાય છે. બ્રહ્મલોકની નીચેના તમામ ભાગ નષ્ટ થાય છે. બ્રહ્મપુત્રાદિક બ્રહ્મલોકમાં જઈ વસે છે. દૈનંદિન પ્રલયકાલ પુરે થતાં પુનઃ બ્રહ્મા સૃષ્ટિ રચે છે. બ્રહ્માનું આયુષ્ય બ્રહ્માના સો વર્ષનું છે. તેનું આયુષ્ય પૂર્ણ થતાં એક મહાકલ્પ થાય છે. એને મહારાત્રિ પણ કહે છે. મહાકલ્પને અંતે સમસ્ત બ્રહ્માંડ જલમાં ડુબી જાય છે. અદિતિ, સાવિત્રી, વેદ, મૃત્યુ અને ધર્મ એ બધા નષ્ટ થઈ જાય છે. કેવલ શિવ અને પ્રકૃતિ સ્થાયી રહે છે. કાલાગ્નિ નામનો રૂદ્ર સૃષ્ટિનો સંહાર કરી રૂકગણની સાથે મહાદેવમાં લીન થઈ જાય છે. બ્રહ્માનાં સો વર્ષ વીતતાં પ્રકૃતિને એક નિમેષમાત્ર થાય છે. તે વખતે ફરીને નારાયણ, શંકર અને વિષ્ણુની રચના થાય છે. કૃષ્ણ તે નિમેષરહિત છે કેમકે તે નિર્ગુણ હોઈને પ્રકૃતિથી પર છે. જે સગુણ હોય તેનીજ કાલસંખ્યા યા અવસ્થામાન થાય છે.
પ્રકૃતિનું આયુષ્ય. પ્રકૃતિનાં એક હજાર નિમિષે એક દંડ-ઘડી થાય છે. સાઠ ઘડીને એક દિવસ, ત્રીશ દિવસે એક માસ, બાર માસે એક વર્ષ, એવાં સો વર્ષનું આયુષ્ય પ્રકૃતિનું છે. સો વર્ષે પ્રકૃતિને કૃષ્ણમાં લય થાય છે. આનું નામ પ્રાકૃત લય છે. સમસ્ત ક્ષક વિષ્ણુ મહાવિષ્ણુમાં લીન થાય છે. મહાવિષ્ણુ, ગોપ, ગોપી, ગાય, વાછરડા વગેરે પ્રકૃતિમાં લીન થાય છે અને પ્રકૃતિ કૃષ્ણ ભગવાનની છાતીમાં સમાઈ જાય છે, અને કૃણુ યોગનિદ્રામાં મગ્ન થઈ જાય છે. નિદ્રા પુરી થતાં જ્યારે જાગે છે ત્યારે ફરી નવેસરથી સૃષ્ટિ રચે છે.
(ત્ર. જે. પ્રતિ 1. ૨૪)