________________
=
==
પિરાણિક સૃષ્ટિ: (૨) માર્કડેય પુરાણ ૧૭૧ नामरूपं च भूतानां, कृत्यानां च प्रपश्चनम् । वेदशब्देभ्य एवादौ, देवादीनां चकार सः॥
(માપુ૧૦ ૪૧ ૪૦–૨–કર ) અર્થ–પૂર્વસૃષ્ટિમાં જેને જે સ્વભાવ હોય છે તે ભાવનાનુસાર આ સૃષ્ટિમાં પ્રાણિગણને હિંસા કે અહિંસા, મૃદુતા કે ક્રૂરતા, ધર્મ કે અધર્મ, સત્ય કે જૂઠ, આદિ ગુણ યા દેષની રૂચિ થાય છે. પ્રાણિગણમાં શરીરમાં ઇન્દ્રિયો અને ઈન્દ્રિયોને અર્થ સાથે યોગ પૂર્વકર્માનુસાર વિધાતા સ્વયં રચે છે. પ્રાણિઓનાં નામ અને રૂપ તથા કૃત્ય અને અકૃત્યને વિસ્તાર તથા દેવ આદિનાં કર્મ વેદના શબ્દોથી વિધાતાએ આદિમાં જ્યા.
રાત્રિને અંતે જાગૃત થયેલ વિધાતાએ દરેક કલ્પમાં ઉપર પ્રમાણે સૃષ્ટિરચના કરી છે.
મનુષ્યની વિશેષ સૃષ્ટિ. સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીના મુખમાંથી સત્ત્વગુણ અને તેજસ્વી એક હજાર મિથુન (પુરુપયુ૪િ) ઉત્પન્ન થયાં; છાતીમાંથી તેજસ્વી રજોગુણ અને ક્રોધી એક હજાર મિથુન–જોડલાં ઉત્પન્ન થયાં; સાથળમાંથી રજતગુણી તથા ઈષ્યયુક્ત એક હજાર મિથુનજોડલાં ઉત્પન્ન થયાં; પગમાંથી નિસ્તેજ યા અલ્પતેજવાળાં તમોગુણી એક હજાર મિથુન ઉત્પન્ન થયાં.
अन्योऽन्यं हृच्छयाविष्टा, मैथुनायोपचक्रतुः । ततः प्रभृति कल्पेऽस्मिन्, मिथुनानां हि सम्भवः॥ मासि मास्यार्तवं यत्तु, न तदासीत्तु योषिताम् । तस्मात्तदा न सुषुवुः, सेवितैरपि मैथुनैः ॥
(मा० पु० अ० ४६ । ८-९) અર્થ–તે મિથુને પ્રસન્ન ચિત્તથી પરસ્પર મૈથુન કર્મ કરવાને પ્રવૃત્ત થયાં, ત્યારથી આ કલ્પમાં મિથુનો ઉત્પન્ન થવાનું ચાલુ થયું.