________________
પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૬૧
ગયાં અને રાધા તથા દ્વિભુજ કૃષ્ણ ગોલોકમાં રહ્યાં. નારાયણે પોતાની માયાથી અનેક પાર્ષદ્ પેદા કર્યો અને લક્ષ્મીએ પોતાના અંગથી કરડે દાસીઓ ઉત્પન્ન કરી. બીજી તરફ ગેલેકવાસી કૃષ્ણ રામફૂપમાંથી અસંખ્ય ગેપ અને રાધાએ પોતાની રામરાજીમાંથી એટલીજ ગોપીઓ ઉત્પન્ન કરી. કૃષ્ણના શરીરમાંથી એક દુર્ગાદેવી પ્રગટ થઈ એને વિષ્ણુ માયા કહે છે. એજ ત્રિગુણાત્મક મૂલપ્રકૃતિ પણ કહેવાય છે. એજ સંસારના બીજ રૂપ છે. એને બેસવા માટે કૃષ્ણ એક રત્નસિંહાસન તૈયાર રાખ્યું હતું, તેના ઉપર તે બેસી ગઈ. એજ વખતે બ્રહ્મા પોતાની ધર્મપત્નીની સાથે નાભિકમલમાંથી નિકળી ત્યાં આવી સ્તુતિ કરવા લાગ્યા. એજ વખતે કૃષ્ણ પોતાના શરીરના બે ભાગ કર્યા. વામાધભાગ મહાદેવ અને દક્ષિણર્ધભાગ ગાપિકાપતિ.
બીજી તરફ જલમાં ફેકેલું ઈંડું બ્રહ્માના જીવનકાલ પર્યંત એમ ને એમ પડી રહ્યા પછી પોતાની મેળે કુટયું. તેમાંથી સેંકડો સૂર્યોને કાંતિથી લજજત કરતે એક શિશુ–બાળક નીકળ્યો. ભૂખથી તે રૂદન કરતો વિરા નામથી પ્રસિદ્ધ થયે. એના એકેક રામકૂપમાં એકેક બ્રહ્માંડ વિદ્યમાન હતું. ત્યારપછી કૃષ્ણ પ્રગટ થઈને તે બાળકને વરદાન આપ્યું કે “ જ્યારે પણ તને ભૂખ તરસ નહિ પડે. બીજું અસંખ્ય બ્રહ્માએ વ્યતીત થયે પણ તારો નાશ નહિ થાય. તારા નાભિકમલમાંથી એક બ્રહ્મા ઉત્પન્ન થશે, જેના લલાટમાંથી એકાદશ રૂદ્ર ઉત્પન્ન થશે અને તે સૃષ્ટિ તથા સંહાર કરશે.” એટલું કહીને કૃષ્ણ સ્વર્ગમાં ગયા અને બ્રહ્મા તથા શંકરને પ્રેરણા કરી ત્યાં મેકલ્યા.
વિરાટે પોતાના ક્ષુદ્ર અંશમાંથી અન્ય યુવક શરીરની રચના કરી. તે યુવક વિરાટુ પીતવસ્ત્રધારી જલશય્યા પર સૂઈ રહ્યો હતો. તેના નાભિકમલમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા તે એક લાખ યુગ સુધી તો લક્ષ્યહીન તે કમલમાં ભમતા રહ્યા પણ તેનો અંત લઈ શક્યા નહિ. ત્યારે ચિંતિત થઈને કૃષ્ણના ચરણનું ધ્યાન કર્યું તો જલમાં સૂતેલ