________________
૧૬૦
૧૩ સિંહિકા.
૧૪ રાહુ. ૧૫ સાત સ.
૧૬ મનસાદેવી.
સૃષ્ટિવાદ અને ઈશ્વર
૧૭ અરૂણુ અને ગરૂડ. ૧૮ ગાય-ભેંસ.
૧૯ દાનવ.
ગાલેાકવાસી કૃષ્ણની બીજી સૃષ્ટિ
स कृष्णः सर्वसृष्ट्यादौ, सिसृक्षुस्त्वेक एव च । सृष्ट्युन्मुखस्तदंशेन, कालेन प्रेरितः प्रभुः ॥ (×૦ થૈ પ્રકૃતિકુંડ ૨૦ ૨૧ ૨૮) અથ–પ્રારંભમાં પેાતાના અંશ રૂપ કાલની પ્રેરણાથી પ્રેરિત થઈ તે એકાકી કૃષ્ણે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી શરીરના એ ભાગ કર્યાં. વામ ભાગને અંશ સ્ત્રીરૂપ અને દક્ષિણાંશ પુરૂષ રૂપ થયા. પરસ્પર રતિક્રીડા કરી, તેના શ્રમથી જે પસીના થયા તેનાથી વિશ્વાધાર ગેાલક બની ગયા. તેના નિ:શ્વાસવાયુથી વાયવી નામની વાયુની સ્ત્રી અને પ્રાણાદિ પાંચ ભેદ અને વરૂણ દેવતા ઉત્પન્ન થયા. વજ્જુના વામ અંગથી તેની પત્ની વરૂણાની પેદા થઇ. જે સ્ત્રીરૂપમાં ગર્ભ ધારણ કર્યાં હતા તે ગર્ભ એક સે। મન્વન્તર સુધી ગર્ભરૂપ રહ્યો. ત્યારપછી સાનામય એક અંડ ઉત્પન્ન થયું. તેને જોઈ સ્ત્રીને ખેદ થતાં જળના ગાળામાં ફેંકી દીધું. કૃષ્ણે તે સ્ત્રીને શ્રાપ દીધો કે તને કદિ પણ પુત્રપ્રાપ્તિ નહિ થાય; એટલુંજ નહિ પણ તારા અંશમાંથી જે સ્ત્રી થશે તેને પણ પુત્ર હિ થાય. એ દરમ્યાન તે સ્ત્રીની જીભમાંથી શ્વેત વર્ણવાળી, વીણા પુસ્તક ધારણ કરતી એક કન્યા ઉત્પન્ન થઇ. થાડી વાર પછી તે કન્યાના બે ભાગ થયા. વામા ભાગ લક્ષ્મી અને દક્ષિણા ભાગ રાધા થ. એજ વખતે કૃષ્ણનાં પણ એ રૂપ થયાં— દક્ષિણાર્ધ ભાગ એ ભુજાવાળા કૃષ્ણ અને વામાભાગ ચાર ભુજાવાળા નારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. કૃષ્ણે લક્ષ્મીને કહ્યું કે તું ચતુર્ભુજ નારાયણ સાથે વૈકુંઠલોકમાં જા; તેથી લક્ષ્મી અને ચતુર્ભુ જ બંને વૈક માં