________________
પિરાણિક સૃષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૭ પાન કરવા ઉપદેશ દે છે, પિતાને એમ કરવું ન ઘટે. નારદનાં વચનથી કપાયમાન થએલ બ્રહ્માએ નારદને શાપ આવ્યો કે હે નારદ ! મારી આજ્ઞા ન માનવાથી તે સ્ત્રીલંપટ થઈ, સ્ત્રીઓનો ક્રીડામૃગ થઈ જઈશ. કલિ કાલમાં તારું જ્ઞાન નષ્ટ થઈ જશે. નારદે કહ્યું કે જે પિતા યા ગુરૂ પિતાના પુત્ર કે શિષ્યોને સન્માર્ગથી પતિત કરાવીને અસન્માર્ગ ઉપર લઈ જાય છે તે યાવચેંદ્રદિવાકર નરકમાં કુંભપાકમાં નિવાસ કરશે. હે પિતાજી! મને વિના અપરાધે શા માટે શાપ દો છે? હું પણ તમને શાપ દઉં છું કે પ્રત્યેક સૃષ્ટિના આદિ ભાગમાં તમારું જ્ઞાન નષ્ટ થઈ જશે. નારદ શિવાય બીજા પુત્રોને બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિની રચના કરે. તેમણે પિતાની આજ્ઞા માનીને સૃષ્ટિ–રચના કરી.
માનસસૃષ્ટિ. - મરીચિએ મનમાંથી કશ્યપને પેદા કર્યો. અત્રિએ નેત્રમલથી સમુદ્રમાં ચંદ્રમા પેદા કર્યો. પ્રચેતાએ ગૌતમ, પુલત્યે મૈત્રાવરુણ, મનુએ શતરૂપામાં આહુતિ, દેવહુતિ અને પ્રસૂતિ એ ત્રણ કન્યાઓ અને પ્રિયવ્રત તથા ઉત્તાનપાદ એ બે પુત્રો ઉત્પન્ન કર્યા. આહુતિનો રૂચિ સાથે, પ્રસૂતિનો દક્ષ સાથે અને દેવહૂતિનો કર્દમ સાથે વિવાહ થ. કર્દમે કપિલ મુનિ ઉત્પન્ન કર્યા. દક્ષના વીર્યથી પ્રસુતિમાં સાઠ કન્યા ઉત્પન્ન થઈ. તેમાં આઠ કન્યાઓનો વિવાહ ધર્મની સાથે, અગીયાર કન્યાનો વિવાહ ૧૧ રૂદ્રોની સાથે, સતી નામની એક કન્યાનો વિવાહ શિવની સાથે, તેર કન્યાનો વિવાહ કશ્યપની સાથે અને ૨૭ કન્યાઓને વિવાહ ચંદ્રની સાથે થયો. અદિતિથી ઇન્દ્ર, બાર આદિત્ય અને ઉપેદ્રાદિક દેવતા ઉત્પન્ન થયા. ઈંદ્રનો પુત્ર જયંત થયો. સૂર્યના શનૈશ્ચર અને યમ એ બે પુત્ર તથા કાલિન્દી નામની એક કન્યા થઈ. ઉપેદ્રના વીર્યથી મંગલ ગ્રહ ઉત્પન્ન થયો. દિતિથી હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ બે પુત્ર સિંહિકા નામની