________________
૧૫૬
સુષ્ટિવાદ અને ઇશ્વર
લખ્યા મુજબ વસ્તુ નિકળી. ચાર વેદો, તર્ક વ્યાકરણ આદિ વિવિધ શાસ્ત્ર, છ રાગ અને છત્રીશ રાગિણી, નાના પ્રકારના તાલ, સત્ય, ત્રેતા, દ્વાપર અને કિલે એ ચાર યુગ, વર્ષ, માસ, ઋતુ, તિથિ, ઘડી, ક્ષણ, દિવસ, રાત્રિ, વાર, સંધ્યા, ઉષા, પુષ્ટિ, દેવસેના, મેધા, વિજયા, જયા, છ કૃત્તિકા, યેાગ, કરણ, કાર્તિકેયપ્રિયા મહાપડી, માતૃકા, બ્રાહ્મ પાદ્ય અને વારાહ એ ત્રણ કલ્પ, નિત્ય, નૈમિત્તિક, દિપરા અને પ્રાકૃત એ ચાર પ્રલય, કાલ, મૃત્યુકન્યા અને સર્વ વ્યાધિસમૂહ, એ બધા ગર્ભમાંથી પ્રગટ થયા.
અધમ અને દરિદ્રતા.
બ્રહ્માના પૃષ્ઠભાગમાંથી અધમ ઉત્પન્ન થયે। અને તેમાંથી તેની પત્ની દરિદ્રતા પ્રગટ થઈ. બ્રહ્માના નાભિપ્રદેશમાંથી શિલ્પવિદ્યામાં નિપુણ વિશ્વકર્માં અને આ વસુ પેદા થયા. ત્યારપછી બ્રહ્માના મનમાંથી સનકાદિક ચાર પુત્ર ઉત્પન્ન થયા. બ્રહ્માના મુખમાંથી સ્વાયંભુવ મનુ અને તેની પત્ની શતરૂપા ઉત્પન્ન થઈ. બ્રહ્માએ શતરૂપાને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કહ્યું પણ ના પાડી કે અમે તે વનમાં જઈ તપસ્યા કરીશું. સૃષ્ટિથી અમારે શું પ્રયેાજન છે ? તે વનમાં ચાલી ગઈ. બ્રહ્માને તેના ચાલ્યા જવાથી ક્રોધ ઉત્પન્ન થયા કે તેના લલાટમાંથી અગીયાર રૂદ્ર પ્રગટ થયા. ત્યારપછી બ્રહ્માના જમણા કાનમાંથી પુલસ્ત્ય અને ડાબા કાનમાંથી પુલહ, જમણી આંખમાંથી અત્રિ અને ડાબી આંખમાંથી ઋતુ, નાસિકાનાં બે છિદ્રોમાંથી અરણ અને અંગિરા, મુખમાંથી રૂચિ, વામ પાર્શ્વથી ભૃગુ અને દક્ષિણ પાર્શ્વથી દક્ષ, છાયાથી કર્દમ, નાભિથી પંચશિખ, છાતીથી મેઢ, કંઠમાંથી નારદ, સ્કન્ધમાંથી મરીચિ અને જીભમાંથી વશિષ્ઠ ઋષિ ઉત્પન્ન થયા. બ્રહ્માએ પેાતાના પુત્રાને હુકમ કર્યાં કે તમે આગળની સૃષ્ટિ પેદા કરા. નારદે જવામ આપ્યા કે તમે પિતા થઈ ને વિવાહિત થવાની આજ્ઞા કરે! છે, તે અમૃતના પ્યાલાને ઢાળી દઈ, વિષયરૂપ વિષનું