________________
૧૫૨
સુષ્ટિવાદ અને ઈશ્વર
અર્થ–બ્રાહ્મ કલ્પમાં બ્રહ્મા વિષ્ણુની આજ્ઞાથી મધુ અને કૈટભ નામના દૈત્યની મેદાથી-ચરબીથી મેદિની બનાવે છે. વારાહ કલ્પમાં વિષ્ણુ વરાહનું રૂપ ધારણ કરીને રસાતલમાં ખુંચી ગયેલી છુપી પૃથ્વીને અતિ પ્રયત્નથી ઉખેડીને પાણીની સપાટી ઉપર ઉંચે લઈ આવે છે. પાવકલ્પમાં બ્રહ્મા વિષ્ણુના નાભિકમલમાં બેસીને ગેલેક, વૈકુંઠલોક અને શિવલોક એ ત્રણ નિત્યલોક વિના બ્રહ્મા લોક પર્યત ત્રિલોકીની રચના કરે છે.
ચાલુ બ્રાહ્મ કલ્પ છે એટલે પૃથ્વી-સૃષ્ટિનું રોષકાર્ય બ્રહ્માને સોંપી કૃષ્ણ ભગવાન અનેક કલ્પવૃક્ષયુક્ત રત્ન આદિની તિથી પ્રજ્વલિત ગોલોકમાં રામમંડલમાં ગયા. ત્યાં પિતાને વામાં પડખેથી અત્યંત રૂપવતી રાધા નામની એક કન્યા ઉત્પન્ન કરી. વસ્ત્રાભૂષણથી સુસજીત થયેલી રાધા રાસમંડલમાં કૃષ્ણની આગળ આગળ દડવા લાગી. થોડીવાર પછી તે કૃષ્ણની સાથે આસન ઉપર બેસી, મંદ હાસ્ય કરતી, કૃષ્ણના મુખકમલને જોવા લાગી, તે જ ક્ષણે તેના રમકૃપમાં સમાન કાંતિવાળી અસંખ્ય ગોપીઓ પ્રગટ થઈ. બીજી તરફ કૃણના પ્રત્યેક રમકૂપમાંથી સમાન વેષ અને સમાન રૂપવાળા અસંખ્ય ગોપે પ્રગટ થયા, એટલું જ નહિ પણ એજ રોમસમૂહમાંથી અનેક ગાય બળદ અને વાછરડા ઉત્પન્ન થયા. તેમાં એક બળદ કરડ સિંહ સમાન બળવાળો હતો. તે બળદ કૃષ્ણ શિવને સવારી માટે અર્પણ કર્યો. કૃષ્ણના નખછિદ્રમાંથી સુંદર હંસપંક્તિ પ્રગટ થઈ, જેમાંથી એક પરાક્રમી હંસ સ્વારી માટે બ્રહ્માને અર્પણ કર્યો. કૃષ્ણના ડાબા કાનના છિદ્રમાંથી અશ્વપંક્તિ અને જમણા કાનના છિદ્રમાંથી સિંહપંક્તિ પ્રગટ થઇ. અશ્વોમાંથી એક અશ્વ ધર્મરાજાને અને સિંહોમાંથી એક સિંહ દુર્ગાદેવીને સ્વારી માટે અર્પણ કર્યો. કૃષ્ણ યોગબલથી પાંચ રથ દરેક સામગ્રી સહિત પેદા કર્યા. તેમાંથી એક રથ ધર્મરાજાને અને એક રથ રાધાને અર્પણ કર્યો. શેપ ત્રણ રથ પોતાને માટે રાખ્યા.