________________
-
-
-
પૌરાણિક સુષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૩
કુબેર આદિ યક્ષગણું. કૃણના ગુહ્યપ્રદેશમાંથી એક પીળા રંગને યક્ષ નામે કુબેર ગુહ્યક ગણ સાથે પ્રગટ થયો. કુબેરના વામ પડખેથી કુબેરની પત્ની પ્રગટ થઈ. તે ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ અને વૈતાલ આદિ દેવગણ પેદા થયો. કૃષ્ણના મુખમાંથી પાર્ષદ્ ગણું પ્રગટ થયો. કૃષ્ણના જમણું નેત્રમાંથી આઠ ભૈરવ અને વામનેત્રમાંથી ત્રિનેત્ર શંકર પ્રગટ થયા. કૃષ્ણને નાકના છિદ્રમાંથી હજારે ડાકિની, યોગિની અને ક્ષેત્રપાલ પ્રગટ થયાં અને તેના પૃષ્ઠ ભાગમાંથી દિવ્ય રૂપ ધારણ કરનાર ત્રણ કરોડ દેવતા પ્રગટ થયા.
સ્ત્રી-પ્રદાન. ત્યારપછી કૃષ્ણ લક્ષ્મી અને સરસ્વતી નારાયણને પત્ની થવા માટે અર્પણ કરી; બ્રહ્માને સાવિત્રી, કામને રતિ, કુબેરને મનોરમા જે જેને યોગ્ય હતી તે તેને અર્પણ કરી. મહાદેવને દુર્ગા અર્પણ કરવાનું કહ્યું પણ મહાદેવે કહ્યું કે સ્ત્રી તપસ્યામાં વિદન કરનારી હોવાથી મારે ન જોઈએ. મહાદેવને ૧૧ અક્ષરનો એક મંત્ર આપી વિદાય કર્યા. દુર્ગાને કહ્યું કે એક હજાર વરસ સુધી મહાદેવ જપ અને તપ કરશે ત્યારપછી તેની સાથે તારો વિવાહ થશે. હાલ એક હજાર વરસ પર્યત તું પણ દશ અક્ષરના મંત્રનો જપ કર. બંનેને વિદાય કર્યો.
કૃષ્ણ બ્રહ્માને એક ભાષા આપી અને કહ્યું કે એક હજાર વરસ સુધી મારા મંત્રને જપ કરતાં તપ કર કે જેથી તું સૃષ્ટિ બનાવી શકીશ. એવી રીતે બધા દેવોને વિદાય કરી કૃષ્ણ પિતાના નોકરે સાથે વૃન્દાવન નામના વનમાં ગયા.
બ્રહ્માની સૃષ્ટિ. એક હજાર વર્ષ તપ કરી બ્રહ્માએ સિદ્ધિ પ્રાપ્ત કરી અને સૃષ્ટિ બનાવવાનો આરંભ કર્યો. મધુ કૈટભના મેદમાંથી મેદિનીપૃથ્વી તૈયાર કરીને આઠ પર્વતો રચ્યા, જેનાં નામ નીચે મુજબઃ