________________
પિરાણિક સુષ્ટિઃ (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ ૧૫૧
માંથી સ્વાહા નામની તેની પત્ની પ્રગટ થઈ. વરૂણના વામ ભાગમાંથી વિરૂણની નામની તેની પત્ની પ્રગટ થઈ
ત્યારપછી કૃષ્ણના નિઃશ્વાસવાયુથી વાયુદેવ અને પ્રાણાદિ પાંચ ભેદ પ્રગટ થયા. તેના વામ ભાગમાંથી વાયવી નામની તેની પત્ની પેદા થઈ.
વિરા-વિષ્ણુ. કામદેવના બાણપ્રયોગથી કૃષ્ણનો વીર્યપાત જલમાં થતાં તે વીર્યથી વિશ્વના આધાર રૂ૫ વિરાટે નામે એક બાળક ઉત્પન્ન થયે, કે જે વિષ્ણુના નામથી પ્રસિદ્ધિ પામ્યો. કમલના પાંદડાની માફક વિષ્ણુકુમાર મહાસમુદ્રમાં શયન કરવા લાગ્યો. તેના કાનમાં મેલ ભરાઈ ગયા, તેમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્ય ઉત્પન્ન થયા. તે જ્યારે બ્રહ્માને મારવા દેવ્યા ત્યારે વિષ્ણુએ તે બન્નેને પોતાની જાંધ ઉપર બેસાડીને તેમનાં મસ્તક કાપી નાખ્યાં અને તેની મેદચરબીથી મેદિની–પૃથ્વી બને છે, જેના ઉપર બધા નિવાસ કરે છે.
પૃથ્વીની રચના કલ્પભેદથી જુદી જુદી રીતે થાય છે. જેમ યુગ ચાર છે તેમ કલ્પ ત્રણ છે. 'ब्राह्मवाराहपानाच कल्पाश्च त्रिविधा मुने।
(ત્ર ૩૦ ૯ ) અર્થ–હે મુને ! બ્રાહ્મ, વારાહ અને પા એ ત્રણ પ્રકારના ક૯૫ કહ્યા છે.
ब्राह्मे च मेदिनीं सृष्ट्वा, स्रष्टा सृष्टिं चकार सः। मधुकैटभयोश्चैव, मेदसा चाज्ञया प्रभोः॥ वाराहे तां समुद्धृत्य, लुप्तां मना रसातलात् । विष्णोराहरूपस्य, द्वारा चातिप्रयत्नतः॥ पाने विष्णोर्नाभिप , स्रष्टा सृष्टिं विनिर्ममे । त्रिलोकी ब्रह्मलोकान्तां, नित्यलोकत्रयं विना ॥
(૦ ૦ ૫૦ ૬ ૨૩-૨૪-૨૯)