________________
૧૫૦
સુષ્ટિવાદ અને ઈશ્વર તે નારાયણના વામ પડખેથી ગૌર વર્ણવાળા, મૃત્યુને જીતનાર, પાંચ મુખ ધારણ કરતા શિવ પ્રગટ થયા. નારાયણ અને શિવ એ આદિપુરૂષ-કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારપછી કુણરૂપ નારાયણના નાભિકમલમાંથી વૃદ્ધ અવસ્થાવાળા કમંડલ હાથમાં ધારણ કરતા બ્રહ્મા પ્રગટ થયા. તે પણ આદિપુરૂષ કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા.
ત્યાર પછી ભગવાનની છાતીમાંથી બધાં કર્મોના સાક્ષી ધર્મ પ્રગટ થયા. તે પણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા.
સરસ્વતી આદિ ચાર દેવી. ત્યારપછી પ્રભુના મુખમાંથી વીણા અને પુસ્તક હાથમાં ધારણ કરતી સરસ્વતી પ્રગટ થઈ કે જે કૃષ્ણની હામે ગાવા તથા નાચવા લાગી.
ત્યારબાદ કૃષ્ણ પ્રભુના મનમાંથી મહાલક્ષ્મી અને બુદ્ધિમાંથી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરતી મૂલ પ્રકૃતિ પ્રગટ થઈ. બને અતિ ભક્તિપૂર્વક કૃષ્ણની સ્તુતિ કરવા લાગી. ત્યારબાદ કૃષ્ણની જીભમાંથી જપમાલા હાથમાં ધારણ કરતી સાવિત્રી દેવી પ્રગટ થઈ અને સ્તુતિ કરવા લાગી.
કામદેવની ઉત્પત્તિ. ત્યારપછી કૃષ્ણના મનમાંથી કામદેવ ઉત્પન્ન થયો કે જેણે ભારણ, સ્તંભન, જુલ્મણ, શોષણ અને ઉન્મદન નામનાં પાંચ બાણ ધારણ કર્યા હતાં, તેને વામ પડખેથી રતિ નામની સ્ત્રી ઉત્પન્ન થઈ.
કામદેવે બ્રહ્મા આદિ દેવો ઉપર પિતાનાં પાંચ બાણેને પ્રયોગ કર્યો, તેથી સર્વ દે કામવશ થઈ ગયા. રતિનું અનુપમ રૂપ જોઈને બ્રહ્મા વિર્યપાત થઈ ગયો. વીર્યયુક્ત વસ્ત્રને બાળવા માટે અગ્નિદેવ પ્રગટ થયો. તેને ભયંકર જ્વાલાઓને બુઝાવવા કૃષ્ણ જલની રચના કરી, તેમાંથી વરૂણદેવ પ્રગટ થયો. અગ્નિદેવના વામ ભાગ