________________
૧૪૮
સૃષ્ટિવાદ અને ઇશ્વર
અસત્ નું સત્ થતું નથી અને સત્ નું અસત્ થતું નથી એ સિદ્ધાંત તા સ્વામીજી સારી પેઠે સ્વીકારે છે. તેા પછી ખીજના સદ્ તર નાશ પછી કારણ વિના નિયમ વિરૂદ્ધ જુવાન જુવાન પુરૂષાની ઉત્પત્તિ માનવી બિલકુલ ઉચિત નથી. પ્રકૃતિ, જીવ, કાલ, આકાશની માફક આખા જગત્તે અનાદિ માની લ્યો. વિના પ્રત્યક્ષાદિ પ્રમાણ નવીન કલ્પના કરવી શું કામની ? ત્યહમ્ ॥
પૈારાણિક સૃષ્ટિ : (૧) બ્રહ્મવૈવર્ત પુરાણ.
વૈદિક સિષ્ટ કરતાં પુરાણામાં બતાવેલી સૃષ્ટિ ખૂબ વિસ્તાર પામી છે. જુદાં જુદાં પુરાણામાં જુદી જુદી રીતે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે. વૈદિક સૃષ્ટિમાં કેવળ સૃષ્ટિનુંજ વર્ણન આવે છે જ્યારે પૌરાણિક સૃષ્ટિવાદમાં સૃષ્ટિની સાથે પ્રલયનું પણ વર્ણન જોવામાં આવે છે. પુરાણેામાં કેટલાએક રજોગુણપ્રધાન છે, કેટલાએક તમેગુણપ્રધાન છે અને કેટલાએક સત્વગુણપ્રધાન છે. રજોગુણપ્રધાન પુરાણાએ બ્રહ્માના મહિમા ગાયા છે, તમેગુણપ્રધાન પુરાણોએ મહેશ્વર-શિવના મહિમા વધાર્યાં છે, સત્ત્વગુણપ્રધાન પુરાણેાએ વિષ્ણુના મહિમા ગાયેા છે. વસ્તુતઃ આ ત્રણે દેવાના આવિર્ભાવ એકજ બ્રહ્મસ્રોતમાંથી થાય છે. અઢારે પુરાણાના કર્તા એકજ વ્યાસજી છે કે અલગ અલગ વ્યાસ છે એ સ્પષ્ટ કહેવામાં નથી આવ્યું પણ ભાષા, વિષય અને રચનાશૈલી જોતાં રચનાર અલગ અલગ હોય એમ અનુમાન થાય છે. કદાચ મૂલ એક હાય તેા પાછળથી તેમાં જુદા જુદા વિદ્રાનાએ ઉમેરા કરી પુસ્તકની કાયા વધારી દીધી હાય તો તે પણ સંભવિત છે. ગમે તે હા, આર્યસમાજીએ તે પુરાણાને પ્રમાણ કાટિથી બ્હાર કાઢી નાખે છે. તાપણુ તેમાં વર્ણવેલ સૃષ્ટિવાદના પાઠકગણુને પરિચય આપવાના હેતુથી