________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૪૭
છે અને એમણે અમને સન્માર્ગ બતાવ્યો છે માટે તેમને અમારા ઉપર પરમ ઉપકાર છે એમ ધારી ઈશ્વર ઉપર ભક્તિ અને પૂજ્ય ભાવ રહેવાને જ. જુઓની જૈનો, બૌદ્ધો અને સાંખ્યો ઈશ્વરને કર્તા નથી માનતા છતાં ઈશ્વર તરફ શ્રદ્ધા ભક્તિ શું જરી પણ ઓછી છે? નહિ જ.
જુવાન જુવાન મનુષ્ય આદિની ઉત્પત્તિ.
સ્વામીજી કહે છે કે સૃષ્ટિની આદિમાં મનુષ્ય આદિ પ્રાણીઓ જુવાન જુવાન ઉત્પન્ન થયા, બુઢા અને બાળક પેદા ન થયા. એક તરફ તે સ્વામીજીએ કહ્યું કે ઈશ્વર નિયમ વિરૂદ્ધ કંઈ પણ કરે નહિ તે ભલા એ તે બતાવે કે બાલક તરૂણ અને પછી વૃદ્ધિ થાય એ નિયમ છે કે એકદમ જુવાન થઈ જાય એ નિયમ છે? એ નિયમ હોય તે હમણું તેવા જુવાન જુવાન કેમ બનતા નથી ? બીજું માબાપના શાણિત અને શુક્રથી ગર્ભ ઉત્પન્ન થાય અને નવદશ માસ ગર્ભમાં રહી બાળક જન્મે એ નિયમ છે કે વગર માબાપે જુવાન જુવાન મનુષ્યો આકાશમાંથી વરસાદની માફક ખરી પડે એ નિયમ છે? આવો નિયમ તો દુનીયામાં ક્યાંય સાંભળ્યું નથી અને દીઠે નથી. ભલા નિયમ નથી તો ઈશ્વરે જુવાન જુવાન મનુષ્ય ઉત્પન્ન કર્યા એ નિયમ વિરૂદ્ધ નથી કર્યું શું? આવી અઘટિત કલ્પના કરવા કરતાં મનુષ્યના વીર્યથી મનુષ્યગર્ભ અને પશુના વીર્યથી પશુગર્ભ, ગર્ભ બાળકરૂપે જન્મે તે તરૂણુ થાય, પછી વૃદ્ધિ થાય એક ક્રમ-નિયમ જે ચાલ્યો આવે છે તે પ્રમાણે અનાદિ પ્રવાહ ચાલ્યા કરે છે. સર્વથા પ્રલય કયારે પણ થતું નથી. ખંડ પ્રલય એક દેશમાં થાય તે બીજા દેશમાં તે પ્રાણીઓ ચાલ્યાં જાય. બીજ તે નષ્ટ થતું જ નથી. ઈશ્વરને પ્રલય કરવાનું કંઈ પ્રયોજન નથી. પ્રલય નથી તે સૃષ્ટિને આરંભ પણ નથી. અનાદિ કાલથી મનુષ્ય, પશુ, પક્ષી, પૃથ્વી, જલ વગેરે ચાલ્યાં આવે છે. “નારતો વિધજો માવો, નમવો વિચરે વત'