________________
૧૪૬
સુષ્ટિવાદ અને ઈશ્વર
માટે સ્વામીજીએ કાંતે ઈશ્વરને શરીરધારી બનાવી તેની પાસેથી જગતનિર્માણનું કામ લેવું જોઈતું હતું અને કાંતે કર્મ સહિત શરીરધારી જીવ અને પ્રકૃતિને જગતનિર્માણનું કામ સોંપી દઈ નિરાકાર ઈશ્વરને સહજાનંદી, પરમાનંદી રહેવા દેવા જોઈતા હતા. સુપુ किं बहुना?
ઈશ્વરની પરતંત્રતા. સ્વામીજી એટલું તે સ્પષ્ટ જણાવે છે કે કર્મફલ આપવામાં ઈશ્વર સ્વતંત્ર નથી, કિન્તુ કર્માધીન છે. ઈસ્લામના ખુદાની માફક ઈશ્વર પોતાની ઈચ્છા મુજબ સુખદુઃખ આપી શકતો નથી, છેવોનાં કર્માનુસાર સુખદુઃખ આપે છે. આથી ઈશ્વરની પૂર્ણ સ્વતંત્રતા ઉડી જાય છે. ઈશ્વરને પ્રકૃતિ, જીવ, દિશા, કાલ અને આકાશને આધીન રાખી સર્વશક્તિમત્તા ઉપર તે પ્રથમથી જ કાપ મુકી દીધું છે અને અહિ સ્વતંત્રતા ઉપર પણ કાપ મુકી દીધો ત્યારે કહે હવે ઈશ્વરનું એશ્વર્યસામર્થ કયાં રહ્યું? આના કરતાં ઈશ્વરને અકર્તા રહેવા દીધા હોત તો તેની કમજોરી તે પ્રગટ ન થાત. એનું સામર્થ્ય તે અચલવીર્યમાં વ્યાપ્ત થયેલું છે. જે કર્મો આખા જગતને નચાવી રહ્યાં છે તેની અસર અચલવીર્યવાળા ઈશ્વર ઉપર લેશમાત્ર પણ થતી નથી, એજ ઈશ્વરનું ઐશ્વર્યસામર્થ્ય છે. ગાડું બળદ ખેંચે છે અને તેની નીચે ચાલ્યો આવતે કુતરે એમ માને કે મારા ઉપર જ ગાડાને બેજ છે, એ તે નરી મૂર્ખાઈ યા મિથ્યાભિમાન જ છે. કમજોર ઇશ્વરથી પાપી જવા પાપથી શું કરવાના હતા? તેઓ સમજે છે કે અમારાં કર્મ શિવાય ઈશ્વર અમારા પર ન તે કંઈ અનુગ્રહ કરવાનો છે કે ન તે ગુસ્સે થવાનું છે. એના કરતાં દુઃખ આપનાર દુષ્કર્મથી ડર લાગશે અને સુખ આપનાર શુભ કર્મ તરફ ઝુકાવ થશે. કર્તા ન માનવાથી ઈશ્વર તરફ પૂજ્યભાવ નહીં રહે એ શંકા કરવી નિરર્થક છે. કર્મને અનધીન રહેવાથી ઈશ્વર પરમસમર્થ