________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૪૫
પરંપરા ચાલત. આ બધો કડાકૂટમાંથી બચવાનો માર્ગ સ્વામીજીએ ઠીક શોધી લીધો. એટલું જ નહિ પણ આથી સાકારવાદ અને મૂર્તિપૂજાને જટિલ પ્રશ્ન પણ સાફ કરી નાખે. સાકારવાદ યા અવતારવાદનું સમર્થન કરનાર પુરાણો અને કેટલાએક ઉપનિષદોને પ્રમાણકેટિમાંથી બહિષ્કૃત કરીને નિરાકારવાદના શંખલાબંધનને સ્વામીજીએ પ્રથમથી જ કાપી નાખેલ છે. તથાપિ નિરાકાર બ્રહ્મ-ઇશ્વરને ઉપાદાન કારણ બતાવનાર વેદની સહચાઓને સ્વામીજીએ પ્રમાણુકેટિમાં સ્વીકારીને એક પ્રકારનું બંધન કાયમ રાખ્યું છે તેથી યુક્તિના બળથી ઉપાદાનકારણને ખસેડી તેની જગ્યાએ નિમિત્તકારણને સ્થાપિત કરવામાં દયાનંદ તિમિરભાસ્કર આદિ ગ્રંથને મુકાબલો કરે પડ્યો છે અને કેાઈ સ્થાને પરાજય પણ સહેવો પડયો છે, યા તે
અર્થનું પરિવર્તન કરવું પડ્યું છે. આ પુસ્તકમાં જ પ્રથમ સૃષ્ટિના ૧૯ પ્રકાર બતાવ્યા છે. તેમાંના કેટલાએક પ્રકાર તો સ્વામીજીએ ભાનેલ પ્રમાણભૂત શાસ્ત્રમાંના જ છે. તેમાંના ઘણાએક પ્રકાર સાકારવાદનું સમર્થન કરનારા છે. એ બધી પ્રક્રિયાઓ હામે સ્વામીજીએ ઉપેક્ષાનજર કરી સાકારવાદનું ઉત્થાપન કરી નિરાકારવાદમાં નિમિત્તકારણનું સ્થાપન કરવા સાહસ ખેડયું છે. તે ત્યારે સુરક્ષિત થાત કે
જ્યારે નિરાકારને કર્તુત્વવાદથી મુક્ત કરી દેત. નિરાકારને હાથ પગ કે શરીર ન હોવાથી સ્વામીજીના કહેવા મુજબ પ્રકૃતિને પકડવાનું અને જગદાકાર બનાવવાનું શી રીતે સંભવી શકે તે કંઈ સમજાતું નથી. જડ પરમાણુને નિરાકાર ઈશ્વરની અમુક ઈચ્છા છે વા નથી તેનું જ્ઞાન શી રીતે થઈ શકે કે જેથી તે તેની ઈચ્છાનુકૂલ વર્તે. જ્યાં ક્રિયા છે ત્યાં જ્ઞાન નથી અને જ્યાં જ્ઞાન છે ત્યાં ક્રિયા નથી. જ્ઞાન અને ક્રિયાના વૈયધિકરણ્યમાં નિરાકાર ઇશ્વર અને જંતુ પરમાણુ આદિના કાર્યને મેળ શી રીતે મળી શકે તે ન સમજાય તેવી વાત છે. કુંભાર તે બુદ્ધિથી જાણે છે અને હાથપગ હલાવી શરીરધારા માટી પાસેથી ઘટ બનાવવાનું કામ કરી શકે છે. પણ ઇશ્વરના સંબંધમાં તેમ નથી.