________________
૧૪૪
સુષ્ટિવાદ અને ઇશ્વર
તિર્યંચ અને અકેંદ્રિય પૃથ્યાદિ જીવ તથા નિગેાદના અનંતા જીવે સંસારમાં કષ્ટ વેઠી રહ્યા છે તેના માટે ઉપકાર થયા કે અપકાર ? પાતપેાતાનાં કર્માનુસાર થાય છે તે પછી વચ્ચમાં ઈશ્વરને લાવવાની શું જરૂર ? એમ માનેાની કે ઈશ્વર સૃષ્ટિ નથી કરતા તેમ પ્રલય પણ નથી કરતા. જીવાના કર્મોનુસાર જન્મ મરણ વગેરે થયા કરે છે. બીજ અને વૃક્ષને અનુકૅમ
સ્વામીજીએ વૃક્ષ પહેલાં કે ખીજ પહેલાં એ પ્રશ્ન પુછીને જવાબ પાતેજ આપ્યા કે બીજ પહેલાં. આવેાજ પ્રશ્ન ભગવતીસૂત્રમાં રાહા અણુગારે મહાવીર સ્વામીને પુછ્યો છે કે કુકડી પહેલાં કઈંડું પહેલાં ? મહાવીરે પુછ્યુ કે હે રાહા! કુકડી શેમાંથી થઇ ? . ઇંડામાંથી. હું શેમાંથી થયું ? ભગવન્ ! કુકડીમાંથી. ત્યારે પૂર્વાપરના યાં સવાલ રહ્યો? કુકડી એ પહેલાં છે અને ઇંડુ પણ પહેલાં છે. એટલે બન્નેને પ્રવાહ અનાદિ છે. એવીજ રીતે વૃક્ષ પણ પહેલાં છે અને બીજ પણુ પહેલાં છે. વૃક્ષ વિના ખીજ નહિ અને ખીજ વિના વૃક્ષ નહિ. બન્નેને પ્રવાહ અનાદિ છે. બીજ ઇશ્વરે બનાવ્યાં અને વૃક્ષ ખીજમાંથી થયાં' એમ કહેવાને બદલે વૃક્ષ ઇશ્વરે બનાવ્યાં અને બીજ વૃક્ષમાંથી ઉત્પન્ન થયાં એમ કાં ન કહી શકાય? શું વૃક્ષ બનાવતાં ઇશ્વરને વધારે તકલીફ પડતી હતી ? બીજ વૃક્ષનું કારણ છે તે વૃક્ષ બીજનું કારણ છે. એકમાં શું વિનિગમના (એક પક્ષપાતી યુક્તિ) છે ? ખરી રીતે એમ કહેવું વ્યાજબી છે કે બન્નેને પ્રવાહ આનાદિ છે. નિયમ વિરૂદ્ધ ઇશ્વર કઇ કરતા નથી તેા વૃક્ષમાંથી બીજ અને ખીજમાંથી વૃક્ષ પેાતાની મેળે થાય એ નિયમ સ્વભાવસિદ્ધ છે.
ઈશ્વર સાકાર કે નિરાકાર ?
આના જવાબમાં ઇશ્વરને નિરાકાર બતાવી સ્વામીજીએ દીર્ધદર્શિતા વાપરી છે. સાકાર માનવામાં તેની લંબાઇ, પહેાળાઈ, ઉંચાઇ, અવયવા, રહેવાનું સ્થાન, અવતાર ધારણ કરવા વગેરેના સંબંધમાં અનેક પ્રશ્નાની