________________
આર્યસમાજ-સૃષ્ટિ
૧૪૩ સુખ આપવા માટે અને પુરૂષાર્થદ્વારા મેક્ષપ્રાપ્તિ કરવા માટે સૃષ્ટિ રચી તે સૃષ્ટિને સંહાર તેજ ઇશ્વર શામાટે કરે છે? અધિક સુખ ભોગવતા કે મોક્ષ પ્રાપ્ત કરતા પ્રાણીઓની ઈર્ષ્યા ઈશ્વરને થઈ આવી કે શું? ઇશ્વર સૃષ્ટિની સૃષ્ટિ રહેવા દે અને પ્રલય ન કરે તે બાપડા મનુષ્ય અધિક સુખ ભોગવતા રહેતા અને કઈ કઈ પુરૂષાર્થ કરી મોક્ષ પ્રાપ્ત કરી લેત તો તેમાં ઈશ્વરને શું નુકશાન પહોચતું હતું?
ત્રીજા પ્રયોજનમાં પ્રલય પહેલાંનાં પુણ્ય પાપનાં ફલ ભગવાવવા ઈશ્વરે સૃષ્ટિ રચી હોવાનું કહ્યું છે. એ તે ઠીક છે પણ સ્વામીજી! એ તે કહો કે સૃષ્ટિકાલમાં જ પોતપોતાનાં કર્મનાં ફળ ભોગવતા હતા તેમને ઈશ્વરે જગતનો પ્રલય કરીને કર્મ ભાગવતાં રોકી કેમ દીધા? પ્રલયમાં તે ફલને ભોગ થઈ શકતો નથી. સૃષ્ટિ વખતે ઈશ્વરની જે મુરાદ હતી તે પ્રલય વખતે બદલી કેમ ગઈ? સનાતનીઓને મતે તો સાકાર ઈશ્વર બ્રહ્મા, વિષ્ણુ, રૂદ્રરૂપે જુદા જુદા સ્વાંગ ધરી જુદું જુદું કાર્ય કરે છે, પણ આપના નિરાકાર ઇશ્વરનું રૂપ બદલતું નથી તે તેની મુરાદ કેમ બદલતી ગઈ એનું કારણ બતાવશો? ચોથું અને પાંચમું પ્રયોજન, જ્ઞાનબલની ઉપયોગિતા અને સુખસામગ્રી આપી પરોપકાર કરવાનું સૃષ્ટિનું પ્રયોજન આપે દર્શાવ્યું તે તો ઠીક છે પણ પ્રલય કરવામાં તે બન્ને પ્રયજન વિપરીત બની જાય છે. અર્થાત્ પ્રલયમાં તો ઈશ્વરને જ્ઞાનબલ પ્રયોગ સ્થગિત થઈ જાય છે અને પરેપકારને બદલે પરોપકાર થઈ જાય છે. માટે સૃષ્ટિનું એક પણ પ્રયોજન પ્રલયમાં કાયમ રહેતું નથી. હા, જે પ્રલય ન કર્યો હોત તો તે ઘડીભર આપના બતાવેલ પ્રયજન માની લેત પણ પ્રલયકર્તા પણ ઈશ્વરને બતાવી આપના બતાવેલ પ્રયોજન બિલકુલ ભલિયામેટ બની જાય છે. ખરી રીતે તે સૃષ્ટિનાલમાં સર્વ જીવો સુખી નથી બનતા. સુખી થડા અને દુઃખી ઘણા જોવામાં આવે છે. દેવતા કરતા નારકી વધારે થાય છે. મનુષ્ય કરતાં પશુ પક્ષી વગેરે